Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

ભારતના ડો,ભરત વટવાણી અને સોનમ વાંગચુકને રેમન મેગ્સેસે પુરસ્કારથી મનિલામાં સન્માનિત કરાશે

મનોવૈજ્ઞાનિક ડૉ ભરત વાટવાણી માનસિક બીમારીથી પીડિત ગરીબોની સારવાર અને સંરક્ષક : સોનમ વાંગચુકે લદ્દાખી ઈજનેર,સુધારક અને આવિષ્કારક તેઓના પરથી 3 ઈડિયટ્સ બની હતી

 

નવી દિલ્હી: એશિયાના નોબેલ ગણાતા વર્ષ 2018ના રેમન મેગ્સેસે પુરસ્કારની યાદીમાં બે ભારતીયો ડૉ. ભરત વટવાણી અને સોનમ વાંગચુકનો સંમાવેશ થયો છે બંને પોતાના ક્ષેત્રમાં ઉલ્લેખનીય કાર્ય કરવા બદલ તેઓને મેગ્સેસે એવૉર્ડની સન્માનિત કરવામાં આવશે.

  વર્ષે એવોર્ડથી લોકોને સન્માનિત કરવામાં આવશે. 31 ઓગષ્ટે મનીલામાં ઔપચારિક રીતે એક સમારોહમાં પુરસ્કાર આપવામાં આવશે. ડૉ ભરત વાટવાણી એક મનોવૈજ્ઞાનિક છે જે માનસિક બિમારીથી પીડિત ગરીબોની સારવાર તથા સંરક્ષણ માટે મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ તેમનો સન્માનિત કરવામાં આવી રહ્યા છે. જ્યારે સોનમ વાંગચુકને પ્રકૃતિ, શિક્ષા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં વિશેષ કાર્ય કરવા બદલ પુરસ્કૃત કરવામાં આવી રહ્યાં છે.

   ડો,. ભરત વાટવાણી અને તેમની પત્નીએ માનસિક રીતે બિમાર ગરીબ નિરાશ્રિતો માટે પોતાની ખાનગી દવાખાનામં સારવાર આપવાનું શરૂ કર્યું હતું. ઉદ્દેશ્ય સાથે તેઓએ 1988માં શ્રદ્ધા પુનર્વાસ ફાઉન્ડેશન શરૂ કર્યું. સંસ્થાનું મુખ્ય કાર્ય માનસિક રીતે બિમાર, રસ્તા પર રહેતા લોકોને મફત ભોજન,આશ્રય અને મનોવૈજ્ઞાનિક સારવાર આપવાનુ તથા તેમને તેના પરિવાર સાથે ફરી જોડવાનું છે. વાટવાણીની સંસ્થા ગામ, પોલીસકર્મીઓ, રેલવે અધિકારીઓ અને સામાન્ય જનતાની વચ્ચે માનસિક સ્વાસ્થ્ય માટે જાગૃતતા અભિયાન પણ ચલાવી રહી છે.

સોનમ વાંગચુકે 1988માં એન્જીનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ સ્ટૂડેન્ટ્સ એજ્યુકેશન એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ(SECMOL)ની સ્થાપના કરી. વાંગચુક એક લદ્દાખી ઇજનેર, સુધારક અને અવિષ્કારક છે. સોનમ વાંગચુકે તેમના ક્ષેત્રમાં પ્રભાવશાળી અને ખૂબ મોટા પાયે કાર્ય કર્યું છે. જણાવી દઈએ કે ફિલ્મ 3 ઇડિયટ્સમાં આમિર ખાનની ફૂનશુક વાંગડુની ભૂમિકા વાંગચુક પર આધારિત છે.

(12:00 am IST)