Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

ઇન્‍ડિયન અમેરિકન જીમ્‍નેસ્‍ટીક તરૂણી જેની પટેલના શિરે નેશનલ ચેમ્‍પીયનનો તાજ

નોર્થ કેરોલિનાઃ હાઇસ્‍કૂલ ફ્રેશમેન  ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટ જેની પટેલ જીમ્‍નેસ્‍ટીક નેશનલ મીટમાં વિજેતા બની છે.

         નોર્થ કેરોલિનામાં આવેલા ગ્રીન્‍સબોરો મુકામે યોજાયેલી આ મીટમાં તે વિજેતા ઘોષિત થવાથી તેણે આનંદ તથા રોમાંચ વ્‍યકત કર્યો હતો. તથા પોતે ૩ વર્ષની હતી ત્‍યારથી આ ક્ષેત્રમાં રસ હોવાનું જણાંવ્‍યું હતું. તેણે ઉમેર્યુ હતું કે  ચારેક વર્ષ પહેલા તેનો હાથ પણ ભાંગી ગયો હતો. તેમ છતાં તેણે હિમંત હાર્યા વિના જીમ્‍નેસ્‍ટીક ચાલુ રાખતા વિજેતાપદ મળ્‍યું હતું.

(12:00 am IST)