Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

યુ.એસ.માં વસતા એશિઅન પ્રજાજનોમાં ભારતીયો સૌથી વધુ ધનિકઃ ગરીબી રેખા હેઠળ જીવતા ભારતીયોની ટકાવારી પણ અન્‍ય એશિઅનો કરતા ઓછીઃ પ્‍યુ રિસર્ચ સેન્‍ટરનો અહેવાલ

વોશીંગ્‍ટન :  અમેરિકામાં સ્‍થાયી થયેલા એશિયન અમેરિકનોમાં ઇન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનીટી સૌથી વધુ ધનિક છે. પરંતુ આ કોમ્‍યુનીટીના લોકોમાં મોટા પ્રમાણમાં આર્થિક અસમાનતા જોવા મળે છે, તેવું તાજેતરમાં ૧ર જુલાઇના રોજ પ્‍યુ  રિસર્ચ સેન્‍ટરના અહેવાલમાં બહાર આવ્‍યું છે.

‘‘ ઇન્‍કમ ઇન ઇકવાલીટી ઇન ધ યુ.એસ.'' શીર્ષક હેઠળના અહેવાલમાં જણાવ્‍યા મુજબ એશિયન પ્રજાજનોમાં આવકની બહુ મોટી અસમાનતા જોવા મળી છે. જે મુજબ યુ.એસ. ના ૪ લાખ જેટલા ભારતીયોની સરેરાશ આવક ૧ લાખ ડોલર છે. આ ભારતીયો પૈકી ૭.પ ટકા લોકો ગરીબી રેખા હેઠળ જીવે છે. જયારે અન્‍ય  એશિયન પ્રજાજનોની સરેરાશ આવક ભારતીયો કરતા ઓછી જોવા મળી છે. તથા ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની ટકાવારી ભારતીયો કરતા વધુ જોવા મળી છે.

(9:25 pm IST)