Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

‘‘રાધાક્રિષ્‍ન સત્‍સંગ'': અમેરિકાના પસાદાના કેલિફોર્નિયા મુકામે જે.કે.યોગના ઉપક્રમે કરાયેલું આયોજનઃ ર૮ જુલાઇ શનિવારે યોજાનારા સત્‍સંગમાં મેડીટેશન, ધાર્મિક પ્રવચન તથા ડિનર પ્રસાદમાં સહુ માટે વિના મૂલ્‍યે પ્રવેશ

કેલિફોર્ર્નિયાઃ  અમેરિકાના કેલિફોર્નિયામાં જે. કે. યોગના  ઉપક્રમે  ‘રાધા કુંજ' ૧૬૩૦, કેરેજ હાઉસ રોડ, પસાદાના મુકામે ર૮ જુલાઇના રોજ રાધાક્રિશ્ન સત્‍સંગ યોજાશે.

બપોરે ૪ થી ૬ વાગ્‍યા દરમિયાન યોજાનારા  આ કાર્યક્રમ અંતગર્ત સત્‍સંગ, મેડીટેશન તથા ધાર્મિક પ્રવચન થશે. બાદમાં ડિનર પ્રસાદનું  આયોજન કરાયું છે. જેમાં તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશ છે તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(9:24 pm IST)