Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

યુ.એસ.ના ચાર્લોટ સીટી કાઉન્‍સીલર ગુજરાતી મૂળના સુશ્રી ડિમ્‍પલ અજમેરા સમક્ષ ચાલુ મીટીંગે આવી મેરેજ પ્રપોઝલઃ ઇન્‍ડિયન અમેરિકન ડેન્‍ટિસ્‍ટ બજાજએ ઘૂંટણીયે બેસી આપેલી રીંગનો સહર્ષ સ્‍વીકાર કરી આલિંગન આપ્‍યું

ચાર્લોટઃ  અમેરિકાના સાઉધર્ન નોર્થ  કેરોલિનામાં આવેલા  ચાર્ર્લોટના સીટી કાઉન્‍સીલર ગુજરાતી મૂળના સુશ્રી ડિમ્‍પલ અજમેરાને સીટી કાઉન્‍સીલ મીટીંગ દરમ્‍યિાન બોસ્‍ટીનના ડેન્‍ટિસ્‍ટ યુવાન ઇન્‍ડિયન અમેરિકન વૈભવ બજાજએ લગ્નનો પ્રસ્‍તાવ પ્રપોઝ કરતા તેમણે હરખભેર સ્‍વીકાર કયોે હતો.

ડો. વૈભવે ઘૂંટણિયે બેસી સુશ્રી ડિમ્‍પલને રીંગ આપી હતી. જે તેમણે પ્રેમ પૂર્વક સ્‍વીકારી ડો. વૈભવને આલિંગન આપ્‍યું હતુ.  સુશ્રી ડિમ્‍લએ સાઉથ કેલિફોર્નિયાની યુનિવર્સિટીમાંથી ગ્રેજયુએશન કર્યુ છે. તેઓ ચાર્લોટ સીટી કાઉન્‍સીલમાં ચૂંટાઇ આવેલા સૌપ્રથમ ઇન્‍ડિયન અમેરિકન છે.

(8:57 am IST)