Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

સિંગાપોરના દરિયામાં નહાવા પડેલા ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી આકાંક્ષા પાંડેનું ડૂબી જવાથી કરૂણ મોતઃ

સિંગાપોરઃ  વર્લ્‍ડ બેંક સિનીઅર ઇકોનોમિસ્‍ટ ઇન્‍ડિયન અમેરિકન મહિલા ૩૭ વર્ષીય સુશ્રી આકાંક્ષા પાંડેનું સિંગાપોરના બાલી ટાપુમાં તરતી વખતે ડૂબી જવાથી કરૂણ મોત થયું છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

તેઓ તેમના પતિ ઝીઆદ હૈદર અને પુત્ર સાથે સિંગાપોરમાં હતાં  ત્‍યારે સ્‍થાનિક મિડીયાના જણાવ્‍યા મુજબ તેઓ ડબલ  સિકસ હોટલ પાસે  આવેલા દરયિામાં નહાવા પડયાં હતાં. આ વિસ્‍તારમાં નહાવાનો પ્રતિબંધ હોવાથી તેઓને લાઇફ ગાર્ડએ બે વખત ચેતવણી આપી હતી. તેથી તેઓ એક વખત પાછા ફરી ગયા હતાં. પરંતુ બીજી વખત નહાવા પડતાં ડૂબી જવાથી તેમનું મૃત્‍યુ થયું હતુ.

(9:23 pm IST)