Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

Whatsappના આગમનથી SMS, MMS, BBM, યાહુ મેસેન્જર સહિત અનેક સુવિધાઓ ગ્રાહકો વાપરતા બંધ થઇ ગયા

નવી દિલ્હીઃ પોતાના યુઝર્સ માટે WhatsApp સતત નવું અપડેટ કરતું રહે છે. WhatsApp ચેટ હોય કે વીડિયો કોલિંગને લઇને સતત અપડેટ કરી રહી છે. વ્હોટ્સએપ થકી લોકોના કામ પણ સરળ બની ગયા છે. એક એપથી જ વીડિયો કોલિંગથી લઇને ફાઇલ શેરિંગ સુધી કામ કરી શકે છે. વ્હોટ્સએપના ઉપયોગથી ફોનમાં હાજર અનેક સર્વિસને સંપૂર્ણ તરીકે ખતમ કરી દીધો છે.

SMS- આજકાલ આ સેવાનો ઉપયોગ આપણે ત્યારે કરીએ છીએ જ્યારે આપણી પાસે ઇન્ટરનેટ કનેક્શન ન હોય. જો આપણી પાસે ઇન્ટરનેટ હોય ત્યારે આપણે ભુલથી પણ આ સેવાનો ઉપયોગ કરતા નથી. આપણે દરેક સમયે વ્હોટ્સએપનો ઉપયોગ કરીએ છીએ. એસએમએસનો ઉપયોગ આપણે માત્ર ઓટીપી અને અન્ય સર્વિસ મેસેજ માટે કરીએ છીએ.

MMS- મલ્ટીમીડિયા મસેજિંગનો ઉપયોગ આજકાલ લોકો બિલ્કુલ કરતા નથી. આપણને વ્હોટ્સએપ પર જ અનેક મલ્ટીમીડિયા ચેટ ઓપ્શન મળી જાય છે. જેના દ્વારા અમે વીડિયો, જીઆઈએપ, ફોટો વધુ જ શેર કરી શકીએ છીએ.

BBM- એક સમય એવો હતો કે બ્લેકબેરી મેસેન્જર લોકો માટે મોટી વસ્તુ ગણાતી હતી. માત્ર બ્લેકબેરી ફોન્સમાં જ આ સેવા ચાલતી હતી. વ્હોટ્સએપના આવવાથી બીબીએમ સંપૂર્ણ પણે સમાપ્ત થઇ ગઇ છે.

Yahoo Messenger- યાહુ મેસેન્જર અત્યારે બંધ થઇ ગયું છે. 90ના દાયકામાં બાળકોમાં આ ખુબ જ પ્રખ્યાત હતું. પરંતુ સતત નવા નવા મેસેજિંગ એપ આવવાના કારણે આનો ઉપયોગ ઓછો થતો ગયો અને અત્યારે આ બંધ થઇ ગયું છે.

Viber- કોલ કરવા માટે Viber ભારતમાં ખુબ જ પ્રખ્યાત હતું પરંતુ વ્હોટ્સએપની લોકપ્રિયતાએ Viberને થોડા સમયમાં જ લોકોએ ભુલાવી દીધું.

WeChat- ચીમાં WeChat હજી પણ ખુબ જ પ્રખ્યાત છે. લોકો આનો ઉપયોગ ખુબ જ કરે છે. જો ભારતની વાત કરીએ તો WeChatના યુઝર્સમાં ઘટાડો થઇ રહ્યો છે.

Video-calling apps- વ્હોટ્સએપ પોતાના વીડિયો કોલિંગ ફિચર્સને સતત સારુ બનાવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જ્યાં Skype પોતાને વીડિયો કોલિંગ માટે પોતાને બચાવવાની કોશિશ કરી રહ્યું છે. Google Duo પણ સંપૂર્ણ પણે ખતમ થતું નજરે પડી રહ્યું છે.

Voice calls-સામાન્ય રીતે વોઇસ કોલ સમાપ્ત નથી થયા પરંતુ વ્હોટ્સએપ આવવાથી આમા કમી જરૂર આવી છે. હવે લોકો કોલિંગ માટે વ્હોટ્સએપનો ઉપયોગ કરે છે.

(6:23 pm IST)