Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

ચીનમાં પ૬ વર્ષીય મહિલાના શરીરમાંથી ૩૦૦૦ સ્‍ટોન મળ્યાઃ કમરના દુઃખાવાથી પીડાતી મહિલાનું ઓપરેશન કરતા તબીબોને આશ્ચર્યઃ સ્‍ટોન ગણવામાં ૧ કલાકનો સમય લાગ્યો

બેઇજીંગઃ ચીનમાં મહિલાના શરીરમાંથી અેક સાથે ૩૦૦૦ જેટલા સ્‍ટોન નીકળતા તબીબોમાં આશ્ચર્ય ફેલાયુ છે.

56 વર્ષિય મહિલાએ કમરમાં અસહ્ય દુખાવો થતા તે તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી. ડોકટરે તપાસ કરી તો તેની કિડનીમાં સ્ટોન હોવાનું માલુમ પડ્યુ હતુ. જ્યારે ઓપરેશન થયુ અને ડોકટરોએ કિડનીમાંથી તમામ સ્ટોન કાઢ્યા ત્યારે ડોકટરની ટીમ પણ ચોકી ગઇ હતી. કારણ કે મહિલાના શરીરમાંથી કાઢવામાં આવેલા સ્ટોનની સંખ્યા 3000 હતી.

આ ઘટના ચીનના જીયાંગસુ વિસ્તારની છે. વુજીન હોસ્પિટલમાં મહિલાને સારવાર આપવામાં આવી રહી છે. આ મહિલાએ છેલ્લા એક અઠવાડિયાથી કમરમાં દુખાવો થઇ રહ્યો હતો આથી તેઓ હોસ્પિટલ પહોંચી હતી.

ડોકટોએ તપાસ કરતા માલુમ પડ્યુ હતુ કે મહિલાની જમણી કિડનીમાં સ્ટોનના થર જામી ગયા છે. ડોકટરોએ ઓપરેશન કરીને સ્ટોન બહાર કાઢ્યા બાદ જુનિયર ડોકટરોને તેની ગણતરી કરવામાં એક કલાક લાગી હતી. મહિલાના શરીરમાં કુલ 2980 સ્ટોન નીકળ્યા હતા.

ઘણા લાંબા સમયથી સ્ટોન(પથરી)ની બીમારીથી પીડાતા મસિસ જાંગને સપનામાં ખબર ન હતી કે તેમના શરીરમાં આટલા બધા સ્ટોન હશે.

ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ પ્રમાણે, મહારાષ્ટ્રના ધનરાજ વાડીલેના શરીરમાંથી સૌથી વધારે એક લાખ 1,72,155 સ્ટોન કાઢવામાં આવ્યા હતા.

(6:19 pm IST)