Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

રાજદની સાયકલ યાત્રા માટે પ્રેકટીસ કરી રહેલા લાલુ પ્રસાદ યાદવનો પુત્ર તેજપ્રતાપ યાદવ સુરક્ષાકર્મીઓની જીપ્સી સાથે અથડાયો

પટનાઃ બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી અને લાલુ પ્રસાદનો મોટો દીકરો તેજપ્રતાપ યાદવ ગુરૂવારે સાયકલ ચલાવતાં દરમિયાન પટનાના રસ્તા પર પડી ગયા હતાં. રાજદની સાયકલ યાત્રા માટે તેજપ્રતાપ યાદવ સાઇકલિંગની પ્રેક્ટિશ કરી રહ્યાં હતાં. આ દરમિયાન રિહર્સલના ક્રમમાં તે પોતાના સુરક્ષાકર્મીઓની જિપ્સી સાથે જ અથડાયા છે.

સચિવાલય વિસ્તારના ઇકો પાર્કમાં તેજપ્રતાપ યાદવ પોતાના સમર્થનોની સાથે જ સાયકલ ચલાવી રહ્યાં હતાં. દરમિયાન આ દૂર્ઘટના ઘટી. જે પછી તેજપ્રતાપને તેમના સુરક્ષાકર્મીઓએ ઉઠાવ્યાં અને ફરીથી સાયકલ ચલાવવા લાગ્યાં.

તેજપ્રતાપે કહ્યું કે અમે બે ભાઇઓ સાયકલ ચલાવીશું અને વિપક્ષીઓને કોઇપણ કિંમતે ભગાડી દઇશું. સાયકલ પરથી પડવાના સવાલ અંગે તેજપ્રતાપે જણાવ્યું કે જે લોકો મેદાનમાં આવે છે તે જ લોકો પડે છે અને લડે છે.

જ્યારે તેમને પૂછ્યું કે તમારા ભાઇ પહેલા જ સાયકલ દિવસ કાઢી દીધી તો તેજપ્રતાપે કહ્યું એવી કોઇ વાત નથી. અમે બંન્ને ભાઇઓ સાથે જ ગયાથી જ સાયકલ યાત્રાની શરૂવાત કરીશું.

(12:00 am IST)