Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

અપમાન, વિઘ્નો અને બલિદાનના ૨૨ વર્ષ પછી મારા પુત્રના પિતા પાકિસ્‍તાનના આગામી પીઅેમ છેઃ ઇમરાન ખાનની પ્રથમ પત્ની જેમિમા ગોલ્ડ સ્મીથે શૂભેચ્છા પાઠવી

ઇસ્‍લામાબાદઃ  પાકિસ્‍તાનના વડાપ્રધાન પદ માટે યોજાયેલી ચૂંટણીમાં ઇમરાન ખાન સૌથી આગળ છે ત્યારે તેના પ્રથમ પત્નીઅે ટ્વિટ કરીને ઇમરાન ખાનને વડાપ્રધાન પદ માટે શૂભેચ્‍છા પાઠવી હતી.

પાકિસ્તાનના અત્યાર સુધીના ચૂંટણી પરિણામ પરથી ઇમરાન ખાન અપક્ષના સહારે સરકાર બનાવશે તે વાત નક્કી છે. ઇમરાન ખાન પાકિસ્તાનના નવા પ્રમુખ બનવાનું નક્કી માનીને દુનિયાભરમાંથી લોકો તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. તેમના શુભેચ્છકોમાં તેમની પ્રથમ પત્ની જેમિમા ગોલ્ડસ્મિથ પણ છે.

યુકેની પત્રકાર જેમિમા ગોલ્ડસ્મિથ ઇમરાન ખાનની પ્રથમ પત્ની છે. જેમિમા સાથે લગ્ન બાદ ઇમરાને તેની સાથે તલાક લઈ લીધા હતા, પરંતુ એવું કહેવામાં આવે છે કે બંને વચ્ચે હજી પણ સારા સંબંધો છે. ગુરુવારે આ વાતનો પુરાવા પણ મળ્યો હતો. જેમિના ખાને ઇમરાન ખાનની પ્રશંસામાં બે ટ્વિટ કરી હતી.

પ્રથમ ટ્વિટમાં જેમિમા ખાન લખે છે કે, "અપમાન, વિધ્નો અને બલિદાનના 22 વર્ષ પછી મારા પુત્રના પિતા પાકિસ્તાનના આગામી પીએમ છે. દ્રઢતા, વિશ્વાસ અને હાર ન માનવા અંગે આ એક સારો પાઠ છે. હવે તેમના માટે પડકાર એ છે કે તેમણે જે પ્રાથમિકતા માટે રાજકારણમાં પ્રવેશ કર્યો તેને યાદ રાખે. ઇમરાનને શુભેચ્છા"

બીજા એક ટ્વિટમાં જેમિલા લખે છે કે, "મને ઇમરાનની 1997ની પ્રથમ ચૂંટણી યાદ છે. ત્યારે ઇમરાન આદર્શવાદી હતા અને રાજકારણમાં નવા હતા. ત્યારે હું ત્રણ વર્ષના પુત્ર સુલેમાન સાથે દેશભરમાં ફરી હતી. હું લાહોરમાં ઇમરાનના ફોનની રાહ જોતી હતી. એ વચ્ચે ઇમરાને ફોન કર્યો અને કહ્યું હતું કે ક્લિન સ્વીપ છે. થોડા સમય તે કંઈ બોલ્યો ન હતો અને બાદમાં અટહાસ્ય કરતા બોલ્યો હતો કે ક્લિન સ્વીપ તેના વિરુદ્ધ હતી, એટલે કે પાર્ટી હારી ગઈ છે."

I remember IK’s 1st election in 1997- untested, idealistic & politically naive. I waited up for the call in LHR with 3 mo old Sulaiman, who I had lugged around the country. Eventually he called. “It’s a clean sweep" & after my gasp, “… the other way.” He roared with laughter.

— Jemima Goldsmith (@Jemima_Khan) July 26, 2018

જેમિમા ખાનની આ ટ્વિટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. નોંધનીય છે કે ઇમરાન સાથે લગ્ન થયા ત્યારે જેમિમાની ઉંમર 21 વર્ષ હતી. આ સમયે ઇમરાનની ઉંમર 42 વર્ષ હતી. બંનેને લગ્ન જીવનથી સુલેમાન અને કાસિમ નામના બે બાળકો છે. બંનેનું લગ્નજીવન નવ વર્ષ સુધી ટક્યું હતું. જેમિમાએ લગ્ન બાદ ઇસ્લામ ધર્મ અંગીકાર કરી લીધો હતો. 2004ના વર્ષમાં બંનેએ તલાક લઈ લીધા હતા.

(12:00 am IST)