Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

ગાઝિયાબાદનો રાજનગર અેક્સટેંસન અેલિવેટેડ રોડની પોલ પહેલા જ વરસાદમાં ખુલી ગઇઃ ફ્લાય ઉપરથી પસાર થતી ગાડીઓમાં પાણી ભરાઇ ગયું: ટ્રાફિક જામ થતા અનેક લોકો ફસાયા

ગાઝિયાબાદઃ માર્ચ મહિનામાં ગાઝિયાબાદનો સૌથી મોટો અેલિવેટેડ રોડ ખુલ્લો મુકાયા બાદ પ્રથમ વરસાદમાં જ આ રસ્‍તાની પોલ ખુલી ગઇ હતી

ગુરૂવારે સવારે દિલ્હી, એનસીઆર સહિત ગાઝિયાબાદમાં ભારે વરસાદમાં રાજનગર એક્સટેંશન એલિવેટેડ રોડ પર પાણી ભરાઈ ગયા, જે એક નહેર જેવો લાગતો હતો. આ ફ્લાયઓવર પરથી જઈ રહેલી ગાડીઓ બ્રિજ પર ભરાઈ રહેલા પાણીમાં ભરાઈ ગઈ હતી. રાજનગરથી દિલ્હી યૂપી ગેટ માટે બનાવવામાં આવેલા ફ્લાયઓવર પર પાણી ભરાઈ જતાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. યૂપી ગેટ પાસે અંડરપાસમાં પાણી ભરાઈ જવાથી પણ લોકો ફસાયા હતા.

તમને જણાવી દઈએ કે, ગાઝિયાબાદમાં યૂપી ગેટથી રાજનગર એક્સટેંશન સુધી સિક્સ લેનવાળો એલિવેટેડ રોડનું ઉદ્ધાટન માર્ચ 2018માં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્યું હતું. 10.30 કિલોમીટર લાંબો આ એલિવેટેડ રસ્તો દિલ્હીથી મેરઠ, મુરાદાબાદને જોડે છે.

એલિવેટેડ રોડને બનાવવા પાછળ રૂ. 1171 કરોડનો ખર્ચ થયો હતો. તો પણ આ બ્રિજ પરથી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે એલિવેટેડ રોડ નહેરમાં ફેરવાઈ ગયો છે. પરિસ્થિતિ એવી બની કે, બ્રિજ પર ગાડીઓ પાણીમાં ફસાઈ ગઈ.

રાજધાની, દિલ્હી એનસીઆર સહિત ગાઝિયાબાદમાં ગુરૂવાર સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે, એક બાજુ ભારે ગરમીમાંથી લોકોને રાહત જરૂર મળી છે, પરંતુ આ વરસાદ લોકો માટે મુશ્કેલી બની ગયો છે. ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા, છે કેટલાએ નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પણ પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

(12:00 am IST)