Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

કોરોનાની સારવારમાં સસ્તી સ્ટેરોઈડ દવાને મંજૂરી મળી

વાયરસના મારથી બચાવવાની દીશામાં મહત્વનું પગલું : ગંભીર દર્દીઓ પર ડેક્સામેથાસનનો ઉપયોગ કરવા નિર્દેશ

નવી દિલ્હી, તા. ૨૭ : દેશમાં કોરોનાનો ચેપ ફેલાવાની ગતિ વધવાની સાથે ભારત સરકારે દર્દીઓના ઈલાજ માટે નવા પગલાં લઈ રહી છે. જેમાં શનિવારે કોવિડ-૧૯ના દર્દીઓના ઈલાજ માટે ઓછી કિંમત ધરાવતી સ્ટેરોઈડ ડેક્સામેથાસન(ડ્ઢીટટ્ઠદ્બીંરટ્ઠર્જહી)નો ઉપયોગ કરવાની સરકારે મંજૂરી આપી છે.

દવાનો મેથિલપ્રેડનિસોલોનના વિકલ્પ તરીકે ઉપયોગ થશે. કોવિડ-૧૯ના મધ્યમ અને ગંભીર સ્થિતિ સભરના દર્દીઓના ઈલાજ માટે દવાનો ઉપયોગ થઈ શકશે. બ્રિટન ખાતેના ક્લિનિકલ ટ્રાયલમાં ડેક્સામેથાસોનને કોરોનાની જીવન રક્ષક દવા તરીકેની માન્યતા મળી હતી.

ત્યારબાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ ડેક્સામેથાસોનના ઉત્પાદનમાં ઝડપ લાવવા માટે સૂચના આપી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલઃ કોવિડ ૧૯ની સુધારેલી આવૃતિ જારી કરી છે. જેમાં જણાવાયું છે કે ડેક્સામેથાસોનનો ઉપયોગ ઓક્સીજન સપોર્ટની જરુરિયાતવાળા દર્દીઓ પર કરી શકાય તેમ છે. દવાનો ઉપયોગ વા જેવા રોગમાં સોજા ઓછા કરવા માટે કરવામાં આવે છે. ડેક્સામેથાસોન ૬૦ વર્ષથી વધુ સમયગાળાથી બજારમાં ઉપલબ્ધ છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીની ટીમની આગેવાની તળે તાજેતરમાં સંશોધનકર્તાઓએ ,૦૦૦થી વધુ કોરોનાના ગંભીર દર્દીઓ પર ડેક્સામેથાસોનનો ઉપયોગ કર્યો હતો. તેનાથી મૃત્યુનો ભય ૩૫ ટકા સુધી ઓછો થયો હતો. દવાનો ઉપયોગ માત્રને માત્ર ગંભીર કહી શકાય તેવા લોકો માટે કરવો યોગ્ય રહેશે, તે વાત પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

(9:42 pm IST)