Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

RGF પૈસા પરત કરે તો ચીને કરેલું દબાણ ખાલી કરી દેશે ?

પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી.ચિદમ્બરમેે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વેધક સવાલ કર્યો : આરજીએફને દાનનો ૨૦૨૦માં ચીને ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરીની બાબત સાથે શું લેવા-દેવા છેઃ પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી.ચિદમ્બરમ

નવી દિલ્હી, તા. ૨૭ : ચીને લદાખની ગલવાન ખીણાં ભારતની જમીન કબજો જમાવ્યો છે ત્યારથી કોંગ્રેસ સતત કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને સવાલ કરી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી.ચિદમ્બરમે ભાજપ પર શનિવારે કટાક્ષ કરતા કહ્યું કે, રાજીવ ગાંધી ફાઉન્ડેશન(આરજીએફ) પૈસા પરત કરશે તો ચીન દબાણ ખાલી દેશેપશું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરોસો આપશે ? ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રાજીવ ગાંધી ફાઉન્ડેશન(આરજીએફ)થી જોડાયેલા આરોપ લગાવ્યા હતા. બાબત પર પલટવાર કરતાં પી.ચિદમ્બરે વડાપ્રધાન મોદીને સવાલ કરતા કહ્યું કે શું આરજીએફ દ્વારા ચીનને પૈસા પરત કરવાથી લદાખમાં ચીની સૈન્યનું દબાણ ખતમ થઈ જશે અને પૂર્વની યથાસ્થિતિ કાયમ થઈ જશે. કોંગ્રેસ નેતા ચિંદમ્બરમે પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યુ છે કે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અર્ધસત્ય બોલવામાં માહિર છે.

          મારા સહયોગી રણદીપ સુરજેવાલાએ ગઈકાલે તેમની(નડ્ડા)ના અર્ધસત્યને ઉજાગર કર્યું. પૂર્વ ગૃહમંત્રી ચિદમ્બરમે સવાલ કર્યો કે આરજીએફને ૧૫ વર્ષ પહેલાં મળેલા દાનનો મોદી સરકાર અંતર્ગત ૨૦૨૦માં ચીને ભારતીય ક્ષેત્રમાં ઘુસણખોરી કરવાની બાબત સાથે શું લેવડ-દેવડ છે ? માની લો કે આરજીએફ ૨૦ લાખ રુપિયા પરત કરી દે છે, તો શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને ભરોસો આપશે કે ચીન પોતાનું દબાણ ખાલી કરશે અને પૂર્વની સ્થિતિ કાયમ થઈ જશે. આગળ ચિદમ્બરમે લખ્યું છે કે નડ્ડા જી, વાસ્તિવકતાની ધરાતલ પર આવો, અર્ધસત્યવાળા ભૂતકાળમાં રહો નહીં.

          કૃપા કરીને ભારતીય ક્ષેત્રમાં ચીની ઘુસણખોરી પર અમારા સવાલના જવાબ આપો. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ આરોપ લગાવ્યો હતો કે ૨૦૦૫માં આરજીએફને ચીની દૂતાવાસ તરફથી પૈસા મળ્યા હતા. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ભાજપ પર ચીની ઘુસણખોરીથી ધ્યાન ભટકાવવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે દિવ્યાંગોના કલ્યાણ અને ભારત-ચીન સંબંધો પર શોધ માટે આરજીએફને  દાન મળ્યું હતું અને ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવા દરમિયાન તેનો ઉલ્લેખ પણ કરાયો છે.

(9:38 pm IST)