Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

ભારતમાં કોરોના બેફામ : ૪ લાખ ચેપગ્રસ્તો ૩૯ દિવસોમાં ઉમેરાયા

દેશમાં ટેસ્ટિંગ વધતાની સાથે જ ૬ દિવસમાં એક લાખ દર્દી નોંધાયા : ૨૪ કલાકમાં ૧૮,૫૫૨ નવા દર્દીઓ, ૩૮૪નાં મોત : દેશમાં કુલ મૃત્યુ આંક ૧૫,૬૮૫ પર પહોંચ્યો અને કુલ ચેપગ્રસ્તોની સંખ્યા ૫,૦૮,૯૫૩

નવી દિલ્હી, તા. ૨૭ : દેશમાં કોરોના વાયરસનો કહેર ઝડપભેર આગળ ધપી રહ્યો છે. વિતેલા ૨૪ કલાકમાં કોરોનાના સૌથી વધુ ૧૮,૫૫૨ નવા દર્દીઓ નોંધાયા છે. તેની સાથે ભારતમાં કોરોનાના કુલ ચેપગ્રસ્તોની સંખ્યા ,૦૮,૯૫૩ પર પહોંચી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શનિવારે સવારે જારી કરાયેલા આંકડા મુજબ ભારતમાં વિતેલાં ૨૪ કલાકમાં ખતરનાક વાયરસથી ૩૮૪ લોકોએ જીવ ગુમાવ્યો છે. તેની સાથે રાહતની વાત છે કે ,૯૫,૮૮૧ લોકો સાજા થઈ ચૂક્યા છે. એથી રિકવરીનો રેટ ૫૮.૧૩ ટકા પર પહોંચ્યો છે. ચેપગ્રસ્તોની સંખ્યા વધવાની સાથે દેશમાં ટેસ્ટીંગમાં પણ વધારો થયો છે. ૨૬મી જૂને એક દિવસમાં સૌથી વધુ ,૨૦,૪૭૯ સેમ્પલની તપાસ કરાઈ હતી. તેની સાથે દેશભરમાં કુલ ૭૯,૯૬,૭૦૭ સેમ્પલોની તપાસ થઈ ચૂકી છે. હાલ પોઝીટીવિટી રેટ .૪૧ ટકા છે.

         ભારતમાં કોરોનાના દર્દીઓને સંખ્યા લાખ પર પહોંચતા ૧૪૯ દિવસનો સમય લાગ્યો છે. પરંતુ લોકડાઉનમાં રાહતો બાદના સમયમાં ચેપગ્રસ્તોની સંખ્યામાં ભારે વધારો થયો હતો. એથી માત્ર ૩૯ દિવસોમાં કોરોનાના લાખ કેસો સામે આવ્યા છે. ભારતમાં ૨૧મી જૂને કોરોનાના કેસોની સંખ્યા વધીને ,૧૦,૫૬૧ પર પહોંચી હતી. હવે ૨૭મી જૂને આંકડો ,૦૮,૯૫૩ પર પહોંચી ચૂક્યો છે. મહામારીના પ્રકોપનો અત્યાર સુધીમાં ૧૮૮ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. દુનિયાભરમાં ૨૭મી જૂને સવારે સુધીમાં કુલ કેસોની સંખ્યા ૯૭,૯૭,૨૨૬ પર પહોંચી ચૂકી છે.

         જ્યારે કુલ મૃત્યુ આંક ,૯૪,૦૫૮નો છે. ૪૩,૬૦,૫૩૨ દર્દીઓની સારવાર જારી છે, તો ૪૯,૪૨,૬૩૬ લોકો વાયરસને મ્હાત કરી ચૂક્યા છે. જ્યારે ભારતની વાત કરીએ તો કુલ દર્દીઓની સંખ્યા લાખને પાર થઈ ચૂકી છે. તેમજ કુલ મૃત્યુ આંક ૧૫,૬૮૫નો છે. તા.૨૭મી જૂને સવારે સુધીમાં ભારતમાં સક્રિય કેસોની સંખ્યા ,૯૭,૩૮૭ની જોવા મળી છે. ભારતમાં કોરોનાનો સૌથી વધુ કહેરમાં મહારાષ્ટ્રમાં છે. અહીંયા કુલ ચેપગ્રસ્તોની સંખ્યા .૫૨ લાખની છે. જેમાં સૌથી વધુ મુંબઈમાં ૭૨,૧૭૫ દર્દીઓનો સમાવેશ થાય છે.

          ભારતમાં ખતરનાક વાયરસ અંગે સરકાર તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા જનજાગૃતિના અથાગ પ્રયાસો કરવા છતાંય ખાસ કરીને અનલોક-૦૧માં શહેરી વિસ્તારોમાં લોકો તમામ નીતિનિયમોને નેવે મુકતા જોવા મળી રહ્યા છે. જેના કારણે કોરોનાના ચેપગ્રસ્તોની સંખ્યામાં પણ રોજબરોજ વધતી જોવા મળી રહી છે. આંકડાકીય વિગતો પર નજર કરીએ તો ૧૯મી મેએ ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ,૧૧,૦૩૯ની હતી. આંકડો માત્ર ૧૧૦ દિવસનો હતો. ત્યારે પોઝીટીવિટીનો રેટ .૮૯ ટકા હતો. ત્યારબાદ તા.૧૯મી મેથી લઈને અત્યાર સુધી(તા.૨૭મી જૂન) એટલે કે ૩૯ દિવસોમાં કુલ ચેપગ્રસ્તોની સંખ્યા ,૦૭,૮૧૪ પર પહોંચી ચૂકી છે. આમ તા.૧૯મી મે પછીથી કોવિડ-૧૯ના કેસોની સંખ્યામાં અચાનક વધારો થતો જોવા મળી રહ્યો છે.

        ૧૯મી મે પછી તા.૩જી જૂને કોરોનાના ચેપગ્રસ્તોની સંખ્યા ,૦૭,૬૧૫ પર પહોંચી ગઈ હતી. પોઝીટીવિટી રેટ ,૪૯ ટકા રહ્યો હતો. આમ ૧૯મી મેથી ૩જી જૂન દરમિયાન માત્ર એક પખવાડિયામાં કોરોનાના કેસોની સંખ્યામાં ,૦૬,૪૭૬નો વધારો થયો. તે પછી તો કોરોનાનો વાયરસ અનલોક થયો તેવી સ્થિતિ જોવા મળી હતી. કારણ તા.૧૩મી જૂને કોરોનાના કેસોની સંખ્યા ,૦૮,૯૯૩ પર પહોંચી ગઈ હતી. એટલે કે પહેલાં એક લાખનો આંકડો પાર થતાં દિવસ લાગ્યા હતા. જે ત્યારબાદ માત્ર ૧૦ દિવસમાં પાર થઈ ચૂક્યો હતો. તેની સાથે સાથે પોઝીટીવિટી રેટ પણ .૯૭ ટકા પર પહોંચી ગયો હતો.

        ત્યારબાદ કોવિડ-૧૯ના દર્દીઓની સંખ્યાને એક લાખનો આંક પાર કરવામાં દિવસો ઘટતા ગયા હતા. ૧૩મી જૂનથી ૨૧મી જૂનના દરમિયાન કોરોનાના કેસોની સંખ્યામાં ફરીથી ,૦૧,૪૬૮નો વધારો થયો. આમ માત્ર દિવસમાં ચેપગ્રસ્તોની સંખ્યા એક લાખને પાર થઈ ચૂકી હતી. તા.૨૧મી જૂને કોરોનાના કેસોની સંખ્યા ,૧૦,૪૬૧ પર પહોંચી ગઈ હતી. તેમજ પોઝીટીવિટી રેટ .૦૮ ટકા પર પહોંચી ગયો. દેશમાં કોરોનાના ટેસ્ટીંગ ક્ષમતામાં વધારો થતાની સાથે એક લાખ ચેપગ્રસ્તોનો આંકડો હવે માત્ર એક સપ્તાહમાં એટલે કે દિવસમાં પાર ચૂક્યો છે. તા.૨૭મી જૂને કોરોનાના કુલ કેસોની સંખ્યા ,૦૮,૯૫૩ નોધાઈ હતી. એટલે કે વિતેલા દિવસમાં ૯૮,૪૯૨ નવા દર્દીઓ સામે આવ્યા હતા. તેની સાથે પોઝીટીવિટી રેટ પણ .૪૧ ટકા પર પહોંચી ગયો છે.

(9:36 pm IST)