Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

મધ્ય પ્રદેશના હોશંગાબાદમાં વીએચપી ગૌરક્ષા જિલ્લા પ્રમુખ રવિ વિશ્વકર્માની હત્યા : કારમાં જઈ રહ્યા હતા ત્યારે 6 થી 7 જેટલા ગુંડાઓએ કાર ઉભી રખાવી : લાકડીઓથી માર માર્યા બાદ ગોળી મારી દીધી : સ્થળ ઉપર જ કરૂણ મોત

હોશંગાબાદ : મધ્ય પ્રદેશના હોશંગાબાદમાં વીએચપી ગૌરક્ષા પ્રમુખ રવિ વિશ્વકર્માની હત્યા થઇ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.તેઓ કારમાં જઈ રહ્યા હતા ત્યારે કાર ઉભી રખાવી 6 થી 7 જેટલા ગુંડાઓ લાકડી સાથે તૂટી પડ્યા હતા.અને તેમના ઉપર ગોળીબાર પણ કર્યો હતો.પરિણામે તેમનું સ્થળ ઉપર જ કરૂણ મોત નીપજ્યું હતું. તેમની સાથે કારમાં બેઠેલા રાજકુમાર સિંહ ,તથા સુરેશ પટેલ પણ ઈજાગ્રસ્ત થયા હતા.પોલીસે  મુન્ના ગુર્જર ,સંજુ ગુર્જર ,નીતુ બરસોંડ ,અબુ તિવારી ,તથા અભિષેક ચૌરસીયા ,સહીત અન્ય લોકોની ધરપકડ કરી છે. બનાવનો  રાહદારીએ ઉતારી લીધેલો વિડિઓ વાઇરલ થયો છે.

 

(7:47 pm IST)