Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

ચીને આપણી ઘણી જમીન કબજે કરી લીધી છે : નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર

ચીન અંગેના વિવાદમાં એનસીપીના પ્રમુખે પણ ઝૂકાવ્યું : રાષ્ટ્રીય સુરક્ષાની બાબતને રાજકીય સ્વરૂપ ન આપવા રાહુલને આડકતરી સલાહ, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારનું નિવેદન સૂચક છે

મુંબઇ, તા. ૨૭ : નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષાને રાજકીય સ્વરૂ આપવું જોઈએ અને આપણે યાદ રાખવું જોઈએ કે ૧૯૬૨ના યુદ્ધ પછી ચીને આપણી કેટલીય જમીન પર કબજો કરી લીધો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી મોદી સરકાર પર લદ્દાખ મુદ્દે થઈ રહેલા પ્રહારોના સંદર્ભે પવારે નિવેદન આપ્યું હતું. રાહુલના નિવેદનો અંગે પવારનું સ્ટેટમેન્ટ સૂચક માનવામાં આવી રહ્યું છે. પવારે કહ્યું હતું કે,મહા વિકાસ અઘાડી સરકાર કોવિડ-૧૯ સામે એકસંપ થઈને કામ કરી રહી છે. સાથે પવારે પણ સ્પષ્ટ કર્યુ કે કોંગ્રેસ અને એનસીપી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વને સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છે. પવારે કહ્યું કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસે સાથે મળીને ગત નવેમ્બરમાં સરકાર રચી હતી. અમારી ગઠબંધન સરકાર પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે.

          આ સાથે શરદ પવારે ભરોસો વ્યક્ત કર્યો કે જો રાજ્યમાં ત્રણેય દળો સાથે મળીને વિધાનસભાની ચૂંટણી લડશે તો પ્રકારની રાજનીતિક સ્થિરતા રહેશે. એનસીપી ચીફે અફવાઓને ફગાવી દીધી કે ગઠબંધન સરકારને નિયંત્રિત કરી રહ્યા છે, ગઠબંધનમાં શિવસેના પછી સૌથી મોટી પાર્ટી એનસીપી છે, ત્યારબાદ કોંગ્રેસ છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે મુંબઈ સહિત રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ પહેલા ખરાબ હતી, હવે એમાં સતત સુધારો થઈ રહ્યો છે. શરદ પવારે ઉમેર્યું કે, ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં અમે ત્રણેય પક્ષો સાથે મળીને કામ કરી રહ્યા છે. પહેલાં ભાજપે દાવો કર્યો હતો સરકાર પાંચ વર્ષ પૂરાં કરશે નહીં, જે પવારે ફગાવી દીધો છે. પવારે ભારપૂર્વક કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સરકાર પાંચ વર્ષ પૂરાં કરશે, એમાં કોઈ શંકા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એનસીપી ચીફ શરદ પવારના માર્ગદર્શન અનુસાર કામ કરી રહ્યા છે. એટલે ભાજપ આરોપ લગાવતું રહ્યું છે, આખી સરકારને પવાર નિયંત્રિત કરી રહ્યા છે. પરંતુ પવારે દાવો પણ ફગાવી દીધો છે.

(7:22 pm IST)