Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

અલવિદા સુશાંત...દુનિયા માટે તે સુશાંતસિંહ રાજપુત હતો અમારા માટે લાડલો ગુલશન હતોઃ પરિવાર ફાઉન્ડેશન શરૃ કરશે

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને અનેક દિવસો થઇ ચૂક્યાં છે. ત્યારે એવામાં સુશાંત સિંહ રાજપૂતનું પરિવાર અને તેમનાં ફેન્સ હજી પણ આ ઘટનાને લઇને ભારે આઘાતમાં છે. એવામાં હવે તેમનાં પરિવારે એક સ્ટેટમેન્ટ ફેન્સ માટે જારી કર્યું છે. આ સ્ટેટમેન્ટને આધારે તેઓએ પોતાનાં લાડલા એવાં ગુલશન એટલે કે સુશાંતને અલવિદા કહીને કેટલાંક મોટા ખુલાસા કર્યા છે. તમને જણાવી દઇએ કે સુશાંતનાં ઘરનું નામ ગુલશન હતું.

સ્ટેમેન્ટમાં લખ્યું છે કે,

“અલવિદા સુશાંત. દુનિયા માટે તે સુશાંત સિંહ રાજપૂત હતો પણ અમારા માટે તે અમારો લાડલો ગુલશન હતો. તે આઝાદ વિચાર ધરાવતો અને ખૂબ જ સમજદાર હતો. તે દરેક ચીજમાં દિલચસ્પી રાખતો હતો. તેનાં સપના પણ કોઇ ચીજથી ક્યારેય રોકાયા નથી અને તેને એક શેર દિલની સાથે તે સપનાઓની પાછળ પડ્યો. તે દિલ ખોલીને હસતો હતો.”

 “તે અમારા પરિવારનું ગૌરવ હતું. તેનું ટેલિસ્કોપ તેની સૌથી પસંદગીની ચીજ હતી, જેનાંથી તે તારાઓને જોતો રહેતો હતો. અમે હજી પણ એ વાતનો વિશ્વાસ નથી કરી શકતા કે હવે અમે ક્યારેય તેનો હસવાનો અવાજ નહીં સાંભળી શકીએ. તેની ચમકતી આંખો નહીં જોઇ શકીએ અને સાયન્સને વિશે તેની ક્યારેય પણ ખતમ ના થઇ શકે તેવી વાતો પણ નહીં સાંભળી શકીએ. તેનાં જવાથી અમારા પરિવારમાં ખાલીપણું થઇ ગયું છે કે જે ક્યારેય ખતમ નહીં થાય. તે ખરેખર પોતાનાં દરેક ફેનને વ્હાલો હતો.”

 યંગ ટેલેન્ટની મદદ માટે ખુલશે SSR ફાઉન્ડેશન

સ્ટેટમેન્ટમાં વધુમાં એમ પણ જણાવવામાં આવ્યું કે, “તેમની યાદોને તાજી રાખવા માટે એક ફાઉન્ડેશન બનાવવામાં આવી રહ્યું છે. અમારા ગુલશનને આટલો પ્રેમ આપવા માટે આભાર. તેની યાદો અને વારસાને સમ્માન આપવા માટે પરિવારે સુશાંત સિંહ રાજપૂત ફાઉન્ડેશન (SSRF) નું નિર્માણ કરી રહ્યું છે.

જેનાંથી સુશાંતની પસંદનાં એરિયા એટલે કે સાયન્સ, સિનેમા અને સ્પોર્ટ્સમાં આવનારા યંગ ટેલેન્ટને પણ સપોર્ટ કરવામાં આવશે. આ સાથે જ પટનાનાં રાજીવ નગર સ્થિત તેનાં ઘરને મેમોરિયલમાં ફેરવવામાં આવશે. અમે અહીં તેની પર્સનલ ચીજો રાખીશું જેમાં તેનાં હજારો પુસ્તકો, ટેલિસ્કોપ, ફ્લાઇટ સિમ્યુલેટર સાથે અન્ય કેટલીક ચીજવસ્તુઓ હશે. જેનાંથી ફેન્સ અને શુભચિંતક તેની સાથે જોડાયેલા રહેશે.”

સ્ટેટમેન્ટમાં અંતમાં જણાવવામાં આવ્યું કે, “સુશાંતનાં તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટને હવે તેનો પરિવાર સંભાળશે. જેને આધારે તેની યાદો અને વારસાને તાજી રાખી શકાય.” પરિવારે તમામ ફેન્સને પ્રેમ અને સપોર્ટ માટે આભાર માન્યો.

ઉલ્લેખનીય છે કે બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે (Sushant Singh Rajput) એ 14 જૂન રવિવારનાં રોજ પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. પોતાનાં બાંદ્રા સ્થિત પોતાનાં ઘરમાં ફાંસી લગાવીને આપઘાત કર્યો હતો. જેને લઇને બોલીવુડમાં અને તેનાં ફેન્સ જગતમાં ભારે શોકનો માહોલ છવાયેલો છે. તેઓનાં પરિવારને અને ફેન્સને હજી પણ વિશ્વાસ આવી રહ્યો નથી કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી છે.

(5:22 pm IST)