Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

લોકડાઉનના ૩ મહિના ૧ જુલાઇથી ટ્રાફીક નિયમો અનુસાર દંડ વસુલશે

લોકડાઉનના ત્રણ મહિના બાદ ટ્રાફીક પોલીસ લોકો પાસેથી દંડ વસુલ કરવાનું વિચારી રહી છે. આગામી ત્રણ મહિનામાં ટ્રાફીક પોલીસને મસમોટું નુકશાન થતાં તેઓ ૧ જુલાઇથી ફરી ટ્રાફીક નિયમો અનુસાર સ્‍થળ પર દંડ વસુલ કરશે.

લોકડાઉન જાહેર કરાતા રપ માર્ચથી શહેરની તમામ પોલીસને નાકાબંધી પોઇન્‍ટ ઉપર ડયુટી ફાળવી દેવાઇ હતી. જયારે લોકોને ઘરની બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોવાથી ટ્રાફીક પોલીસે સ્‍થળ દંડ વસુલ કરવાનું બંધ કરી દીધું હતું. જોકે હવે અનલો-૧માં લોકોને ઘરની બહાર નીકળવામાંથી તેમજ ધંધા રોજગારો શરૂ કરવા માટે મંજૂરી મળી છે.

જોકે હાલમાં પણ વાહન ચાલકો પહેલાની જેમ જ બહાર ફરી રહ્યા છે તે સાથે ટ્રાફીકના નિયમોનું પાલન થાય તે પણ જરૂરી હોવાથી ટ્રાફીક પોલીસ ૧ જુલાઇથી વાહન ચાલકો પાસેથી સ્‍થળ પરથી દંડ વસુલ કરવાનું વિચારી રહી રહ્યા છે તે સાથે ટ્રાફીકના નિયમોનું પાલન થાય તે પણ જરૂરી હોવાથી ટ્રાફીક પોલીસ ૧ જુલાઇથી વાહન ચાલકો પાસેથી સ્‍થળ પરથી દંડ વસુલ કરવાનું વિચારી રહી છે. જો કે તે માટે ટ્રાફીક પોલીસના અધિકારીઓએ તેમજ પોલીસ કમિશનર વચ્‍ચે મીટીંગો શરૂ થઇ છે.

ટ્રાફીકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોને રોજના ૩ થી ૪ હજાર ઇ-મેમો મોકલવામાં આવતા હતાં. જોકે લોકડાઉનના કારણે ૩ મહિના સુધી ઇમેમો મોકલવાનું બંધ કરવામાં આવ્‍યું હતું, પરંતુ હવે ફરી વખત ઇ-મેમો મોકલવાનું શરૂ દેવામાં આવ્‍યું છે. જે અનુસાર અત્‍યારે રોજના ૩ થી ૪ હજાર ઇ-મેમો વાહન ચાલકોને મોકલવામાં આવી રહ્યા છે.

(5:16 pm IST)