Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

દિલ્‍હીની હોસ્‍પિટલોમાં 40 ટકા બેડ વધારાયાઃ મદદ માટે કેન્‍દ્ર સરકારનો અમે આભાર માનીએ છીએઃ અરવિંદ કેજરીવાલ

નવી દિલ્હી: સીએમ અરવિંદ કેજરીવાલએ કોરોનાને લઇને રાજ્યની સ્થિતિ પર પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે '15મે બાદ દિલ્હીમાં ઝડપથી કોરોના વધી રહ્યો છે. દિલ્હીમાં બેડ ઓછા હોવાથી કોરોનાનો આંકડો વધી ગયો છે. લોકડાઉનના લીધે કોરોના પર નિયંત્રણ થયું છે.

સીએમ અરવિંદ કેજરીવાલને કહ્યું કે 'હોસ્પિટલોમાં 40 ટકા બેડ વધી ગયા છે. દિલ્હીમાં સાડા 13 હજાર બેડ છે. અહીં અડધાથી વધુ બેડ ખાલી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે 'મદદ માટે અમે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે જ્યારે દુનિયામાં ઝડપથી કોરોના ફેલાઇ રહ્યો હતો તો બીજા દેશોમાં ફસાયેલા ભારતીય પોતાના દેશ આવવા ઇચ્છતા હતા. કેન્દ્ર સરકારે  ફ્લાઇટની વ્યવસ્થા કરી તેમને પરત બોલાવ્યા. માર્ચ મહિનામાં 35 હજાર લોકો દિલ્હીમાં આવ્યા, તેમની એરપોર્ટ પર સ્કેનિંગ કરવા આવી. આ દરમિયાન ઘણાને RML હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને બાકીને ઘરે મોકલી આપવામાં આવ્યા. જે લોકો પોતાના ઘરે પહોંચતા તેમના દ્વારા કોરોના ફેલાયો. મે મહિનાના અંત જ્યારે લોકડાઉન ખુલ્યું તો ખબર પડી કે હવે કોરોનાના કેસની સંખ્યા વધી ગઇ હતી હવે કોરોનાના કેસની સંખ્યા વધશે અને 15 મે બાદ કોરોના દિલ્હીમાં ઝડપથી ફેલાયો.

સીએમ અરવિંદ કેજરીવાલે જૂનના પહેલાં અઠવાડિયામાં જ રાજ્યમાં બેડની અછત દેખાવા લાગી. આ દરમિયાન અમારી પાસે બે વિકલ્પ હતા. અથવા તો લોકડાઉન દરમિયાન ફરીથી કરવામાં આવે અથવા તો કોરોના સામે લડવામાં આવે.

(4:33 pm IST)