Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

મોરબી સિરામીક ઉદ્યોગની 150 જેટલી કંપનીઓ ચીની પ્રોડક્‍ટ સામે જંગ શરૂ કરશેઃ ભારત-ચીન વચ્‍ચે સરહદ વિવાદ બાદ ઉદ્યોગપતિઓ પણ મેદાનમાં

ભારત અને ચીન વચ્ચે રહેલા સરહદ વિવાદને લઈ ભારત દેશમાં લોકો ચાઈનાની તમામ પ્રોડક્ટનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે મોરબીમાં 150 કરતા વધારે મેન્યુફેક્ચર્સે તમામ ચીની પ્રોડક્ટ વિરુદ્ધ લડવાની તૈયારીમાં જોવા મળી રહ્યા છે. દેશમાં ચીની પ્લાસ્ટિક સિવાય ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સ અને અન્ય કેટલાક પાર્ટ્સ આયાત કરવામાં આવે છે.

દેશમાં હાલ “બાયકોટ ચાઈના” પહેલ જોવા મળી રહી છે. આ પહેલમાં દેશના ઘણા લોકોએ ચાઈનાની તમામ પ્રોજક્ટ પર પ્રતિબંધ લગાડી દીધો છે. તાજેતરમાં જ અમદાવાદમાં આવેલ સૌથી મોટા ચાઈના મોબાઈલ માર્કેટમાં કરણી સેના દ્વારા તમામ ચાઈનીઝ પ્રોડક્ટને લઈ લોકોને સમજાવામાં આવ્યા હતા. તો બીજી બાજુ મોરબીમાં સૌથી મોટો સિરામિક ઉદ્યોગ આવેલો છે, જેમાં150 કરતા વધારે મેન્યુફેક્ચર્સે તમામ ચીની પ્રોડક્ટ વિરુદ્ધ લડવાની તૈયારીમાં જોવા મળી રહ્યા છે. દેશમાં ચીની પ્લાસ્ટિક સિવાય ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સ અને અન્ય કેટલાક પાર્ટ્સ આયાત કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, આપણા ભારત દેશમાં સૌથી વધારે કાપડ, ઇલેક્ટ્રિકલ ગુડ્સ, ટેક્ટાઇલ વેગેરના ક્ષેત્રમાં કેટલીક મોટી કંપનીઓ છે. ગુજરાતનું મોરબી સિરેમિકની મેન્યુફેક્ચરિંગ માટે દેશભરમાં ઓળખાય છે. અહીં ઘડિયાળ સાથે પ્લાસ્ટિક ગુડ્સ અને ઇલેક્ટ્રિકલ પ્રોડક્ટ્સની લગભગ 300થી વધુ કંપનીઓ છે.

ભારતમાં કાચો માલ ચીનથી આયાત કરવામાં આવે છે અને દેશમાં તેનું પ્રોડક્શન કરવામાં આવે છે. પરંતુ હવે મીડિયા રિપોર્ટ મુજબ મોરબીની લગભગ 150 જેટલી કંપનીઓએ ચીની પ્રોડક્ટ્સ સામે જંગ શરૂ કરી છે. મોરબીના આ ઉત્પાદકોએ વિયતનામ, કમ્બોડિયા, તાઇવાન જેવા દેશોમાંથી કાચો માલ આયાત કરવાનું વિચાર્યું છે. તેઓ કહે છે કે મોરબીમાં જ ધીરે ધીરે કાચો માલ બનાવવા માંગે છે.

(4:32 pm IST)