Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

વ્યાપક પ્રબંધો બાદ લખનઉ વિશ્વ વિદ્યાલયમાં હોસ્ટેલ ૧ જુલાઈથી ખોલાશે

૭ જુલાઈથી શરૂ થનારી પરીક્ષાને અનુલક્ષીને લેવાયેલ નિર્ણય

લખનઉ, તા. ૨૭ :. લખનઉ વિશ્વ વિદ્યાલયમાં છાત્રોની હોસ્ટેલ તા. ૧ જુલાઈથી ખોલવામાં આવશે. આગામી ૭ જુલાઈથી વાર્ષિક પરીક્ષાઓને નજરમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. લખનઉ વિશ્વ વિદ્યાલયના કુલપતિ પ્રો. આલોકકુમાર રાયે જણાવ્યુ છે કે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી છાત્રોના નિવાસની હોસ્ટેલમાં વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ માત્ર પરીક્ષા દેવા જ બહાર નિકળવાની મંજુરી આપવામાં આવશે.

પ્રવકતાએ જણાવ્યુ છે કે છાત્રોની પરીક્ષા પૂર્વે એક અઠવાડીયા પહેલા છાત્ર નિવાસમાં રહેવાની સુવિધા આપવામાં આવશે. દરેક છાત્રોએ તેના વોર્ડનને આવવાની તારીખ એક અઠવાડીયા પહેલા બતાવવાની રહેશે. ઉપરાંત કોરોનાથી બચાવના સંબંધીત દિર્શાનિર્દેશોનુ અનિવાર્ય રીતે પાલન કરવાનુ રહેશે.

હોસ્ટેલમાં સેનેટાઈઝેશન અને વિદ્યાર્થીઓનું થર્મલ સ્કેનીંગ નિયમીત રીતે થશે. વિદ્યાર્થીઓ પાસે માસ્ક, સેનેટાઈઝર રાખવુ પડશે. વિદ્યાર્થીઓને તેમનો જરૂરી સામાન, દવા સહિતની સાથે રાખવાની રહેશે. કોઈપણ બહારની વ્યકિતઓને હોસ્ટેલ કેમ્પસમાં પ્રવેશ નહી આપવામાં આવે છતા જો કોઈ જાણકારી મળશે તો કડક કાર્યવાહી કરાશે.

(3:34 pm IST)