Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

રાજસ્થાનના કોટાએ ૭ પગલાથી કોરોનાને મ્હાત આપી

ટ્રેનીંગ, જન જાગૃતિ, કોરન્ટાઈન, સ્ક્રીનીંગ, લોજીસ્ટીક, સેમ્પલીંગ અને કોરોના નિયંત્રણ ક્ષેત્રનો સમાવેશ઼

કોટાઃ દેશભરમાં કોચીંગ સીટીના નામથી પ્રખ્યાત રાજસ્થાનના કોટામાં રણનીતી હેઠળ કોરોના સંક્રમણની બગડેલ સ્થિતિ ઉપર કાબુ મેળવી લેવાયો છે. કોટા હવે રેડ ઝોનમાંથી નિકળી ગ્રીન ઝોન તરફ આગળ વધી રહ્યું છે.

દેશમાં કોરોના ઝડપથી ફેલાતા કોટામાં ૬૦ હજાર વિદ્યાર્થીઓ હતા. સારી વ્યવસ્થાને કારણે વિદ્યાર્થીઓમાં સંક્રમણ ફેલાયેલ નહી.  તમામને સુરક્ષીત ઘરે પહોંચાડાયેલ. તેમને મોકલવા ૧૧૦૦ બસો અને ૧૬ ટ્રેન ચલાવાયેલ. આ તમામ વ્યવસ્થા સાત પગલાને કારણે સંભવ બનેલ. પોલીસ તંત્રની સાથે કોટાના લોકો પણ કહે છે હમ હોંગે કામયાબ

શહેરમાં એપ્રીલના પહેલા અઠવાડીયામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયા બાદ સ્થિતિ બગડવા લાગી હતી. જીલ્લા તંત્રએ સંક્રમણ રોકવા ઉઠાવેલ પગલાને લોકોને પણ સાથ મળેલ. કોરોના સામે લડતી ટીમે પ્રશીક્ષણ અપાયુ ત્યારબાદ સેમ્પલ લેવાની કામગીરી ઝડપી બનાવાયેલ. જેથી સંક્રમણ ઉપર નિયંત્રણ આવવા લાગેલ.

જીલ્લામાં મેડીકલ ટીમ સાથે તંત્ર દ્વારા કોરોના નિયંત્રણ માટે પ્રયાસો થયેલ. લોકોને સંક્રમણથી બચવાના ઉપાયો અપનાવવા પ્રેરીત કરેલ. કોવીડ હોસ્પિટલમાં સુવિધા વધારેલ. જાગૃતતાથી કોરોના નિયંત્રણ તરફ આગળ વધ્યાનું જીલ્લા કલેકટર ઓમ કસેરાએ જણાવેલ.

ઊંચા જોખમ અને નબળા વિસ્તારો માટે ઈન્સ્ટીટયુશનલ કોરન્ટીન ઉપર જોર અપાયેલ. મૃત્યદરને ઓછો કરવાના ઉદ્ેશ્ય સાથે નબળા વર્ગના ૬૦ વર્ષથી વધુ વયના હૃદય અથવા કીડનીની બીમારી, હાઈ બીપી, સુગર કે ઓછી પ્રતિકાર શકિત વાળા શંકાસ્પદ દર્દીઓ ઉપર ખાસ ધ્યાન અપાયેલ. આવા લોકોને તેમના વિસ્તારની બહાર કોરન્ટાઈનની સુવીધા અપાયેલ.

કોટામાં સાત પગલા દ્વારા ટ્રેનીંગ, લોકોમાં જાગૃતિ, કોરન્ટાઈન, સ્ક્રીનીંગ, સુરક્ષીત લોજીસ્ટીક વ્યવસ્થા, સેમ્પલીંગ અને કોરોના નિયંત્રણ વિસ્તાર બનાવાયેલ. કોટા મેડીકલ કોલેજના ડાયરેકટર ડો.વિજય સરદાનાએ જણાવેલ કે ફકત શહેરના નહી પણ કોટા સંભાગમાં રીકવરી રેટ ૯૪ ટકા તો જીલ્લામાં ૯૨ ટકા સુધી પહોંચી ગયેલ. કોરોનાના દર્દીઓની સારવાર માટે ૭૫૪ બેડની હોસ્પીટલ બનાવાયેલ જેમાં ૧૦૮  આઈસીયુ બેડ છે. ઉપરાંત કોરન્ટાઈન માટે ખાનગી યુનિર્વસીટીમાં ૫૦૦ લોકોની વ્યવસ્થા ઉભી કરાયેલ.

(2:39 pm IST)