Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

લ્યો બોલો... ટ્રમ્પ સરકારે ભુલથી મૃત્યુ પામેલા લોકોનાં ખાતામાં ૧૦ હજાર કરોડ જમા કર્યા !!

ન્યુયોર્કઃ અમેરિકામાં કોરોના વાયરસનો સૌથી વધુ કહેર જોવા મળી રહ્યો છે, અત્યાર સુધીમાં ૨૪.૬૯ હજારથી વધુ કેસની પુષ્ટિ થઈ છે અને આ સંખ્યા સતત વધી રહી છે. દરમિયાન, ટ્રમ્પ સરકાર દ્વારા કરવામાં આવેલી ભૂલની અમેરિકાનાં વિપક્ષે આકરી ટીકા કરી છે.

 કેન્દ્રિય વહીવટીતંત્રએ કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોને ૧.૪ અબજ ડોલર (દસ હજાર કરોડ રૂપિયાથી વધુ) ની રકમ જારી કરી દીધી, જેનો ખુલાસો શુક્રવારે થયો હતો.   યુએસ સરકારની એકાઉન્ટિબિલીટી ઓફિસે ટ્રમ્પ સરકારની કોરોના વાયરસ રોગચાળા સામેની લડતમાં ૬ મહિનાની કાર્યવાહીની સમીક્ષા કરી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે , દુર્ભાગ્યપૂર્ણ છે કે કોરોના સંકટમાં રહેલા લોકોને આર્થિક સહાય માટે ચાર મહિના રાહ જોવી પડી હતી , તેનું કારણ એ છે કે ૩૦ મી એપ્રિલનાં રોજ મૃત લોકોની સહાયનાં નામે આશરે ૧૧ લાખ જેટલી ચુકવણી કરવામાં આવી હતી. આ પાછળનું કારણ એ છે કે યુ.એસ. (આઇઆરએસ એટલે કે આંતરિક મહેસૂલ સેવા) પર કર વસૂલાતની દેખરેખ રાખતી સંઘીય એજન્સીએ દલીલ કરી હતી કે તેમની પાસે કોઇ એવા શખ્સનું પેમેન્ટ રોકવાનો કાયદેસર અધિકાર નથી જેને ૨૦૧૯ માં ટેકસ જમા કરી દીધો છે, પછી ભલે તે વ્યકિત મૃત્યુ પામ્યા છે.

(2:38 pm IST)