Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

ત્રણ દાયકા બાદ જમ્મુ-કાશ્મીરનું ત્રાલ હીઝબુલ આતંકીઓના પંજામાંથી મુકત

જમ્મુઃ ખીણ પ્રદેશ જમ્મુ-કાશ્મીર પોલીસે દાવો કરતા જણાવેલ કે પુલવામાં જીલ્લાના ત્રાલ વિસ્તારમાં હિઝબુલ મુઝાહીદીનના આતંકીઓની હાજરી નથી.૧૯૮૯માં ખીણમાં આતંકવાદ ફેલાયા બાદ આ પહેલીવાર થયુ છે. દક્ષિણ કાશ્મીરના પુલવામાં જીલ્લામાં ત્રાલના ચેવા ઉલાર વિસ્તારમાં સુરક્ષાદળો સાથેની રાતભર ચાલેલ અથડામણમાં ત્રણ આતંકીઓ ઠાર થયેલ.

ગુરૂવારે ત્રાલમાં આતંકીયો સાથે અથડામણ શુક્રવાર મોડી સાંજ સુધી ચાલેલ. જેમાં ત્રણ આતંકીઓનો ખાત્મો થયેલ. કાશ્મીર પોલીસના આઇજીપી વિજય કુમારે ટવીટ કરી માહિતી આપેલ. કાશ્મીરમાં આતંકવાદ ફેલાયા બાદ અહિં હિઝબુલનો દબદબો હતો. તેના હજારો આતંકીઓ હતા. બુરહાનવાની અને જાકીર મુસા જેવા ટોચના આતંકીઓ પણ ત્રાલ વિસ્તારમાંથી જ  હતા.

(2:38 pm IST)