Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

શું GooglePay પર RBI એ પ્રતિબંધ મૂકી દીધો ?

નવી દિલ્હી, તા. ૨૭: શું ગૂગલ પે ઉપર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પ્રતિબંધ મૂકી દીધો છે. આ સવાલ એટલા માટે કારણે કે ટ્વિટર પર ‘GPayBannedByRBI’ ટ્રેન્ડ થઈ રહ્યું છે. એવામાં તમારા માટે એ જણાવું જરૂરી છે કે શું સત્ય છે. NPCIએ ક્લિયર કહ્યું છે કે ગૂગલ પે પર કોઈ પ્રતિબંધ નથી. NPCIએ તે સંસ્થા છે જે ભારતમાં ડિજિટલ પેમેન્ટનું સંચાલન કરે છે.

ટ્વીટર પર ‘GPayBanned By RBI’ ટ્રેન્ડ કરી રહ્યું છે અને દાવો કરવામાં આવી રહ્યો છે રિઝર્વ બેન્કના મતે, ગૂગલ પે પેમેન્ટ ઓપરેટર નથી. NPCI તરફથી જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગૂગલ પે પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર છે અને તે સંપૂર્ણ રીતે કાયદાકિય છે. આ એક થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર છે જે UPI ફ્રેમવર્ક અંતર્ગત કામ કરે છે.

આ અંગે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પહેલા જ દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું કે ગૂગલ પે ના પેમેન્ટ સિસ્ટમ અંગે સવાલ નથી. ત્યાર બાદ ગૂગલ પે એ કહ્યું કે અમે કાયદામાં રહીને કામ કરીએ છીએ.

ગૂગલ પે નું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે તેનાથી મની ટ્રાન્સફર સુરક્ષિત નથી, કેમ કે આ એપ ગેર-કાયદેસર છે. તેની પાછળનું સત્ય NPCIની વેબસાઈટ પર મેળવી શકાય છે.

(2:37 pm IST)