Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

વર્તમાન સમયમાં ભારતનું અર્થતંત્ર ગંભીર સંકટમાં છે

નવી દિલ્હી, તા., ર૭: એસ એન્ડ પી  ગ્લોબલ રેઇટીંગના સર્વેક્ષણ મુજબ ભારતીય અર્થ વ્યવસ્થા ગંભીર સંકટમાં છે વૃધ્ધિદર ચાલુ ફાયન્સીયલ વર્ષમાં પ ટકા સુધી ઘટી શકે છે. એસ એન્ડ પીએ એક અપડેટમાં કહયું કે કોરોના વાયરસ નિયંત્રીત કરવામાં મુશ્કેલી, કમજોર નીતી વિષયક નિર્ણયોના કારણે વૃધ્ધિદરમાં પ ટકા સુધી ઘટાડા તરફ અર્થ વ્યવસ્થા આગળ વધી રહી છે.

મંદીના કારણે એશીયા-પ્રશાંતને લગભગ ૩૦ ખરબ ડોલર(૩ ટ્રીલીયન ડોલર)નું નુકશાન થયું છે. એસ એન્ડ પીના મુખ્ય અર્થશાસ્ત્રી શૌન રોચે કહયું છે કે કોવીડ-૧૯ને નિયંત્રીત કરવામાં જુજ સફળતા મળી છે. બધુ મેળવીને પ્રભાવી માઇક્રો ઇકોનોમીક નિતીઓ થોડી મદદરૂપ થઇ શકે છે અને સુધાર માટે બ્રિજનું કામ કરી શકે છે. રોચે કહયુ કે, કોવીડ-૧૯ના કારણે બેલેન્સ સીટમાં ગીરાવટ જોવા મળી છે. પરંતુ આ સ્થિતિ મંદીનું રૂપ લઇ શકે છે. આનો અર્થ એમ થઇ શકે કે ઓછા રોકાણ, ધીમી રીકવરી, અર્થ વ્યવસ્થા એક સ્થાયી ઝટકો આપી રહી છે જે વેકસીન શોધાયા પછી  જયારે નોર્મલ સ્થિતિ બને ત્યારે રીકવરી તરફ આગળ વધી શકે છે.

(2:37 pm IST)