Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

હવે ગોવામાં પ્રવેશનારને કરાવવો પડશે કોરોના ટેસ્ટ : કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરુ થયાનું સ્વીકારતા સીએમ

મુખ્યમંત્રી પ્રમોદ સાવંતએ કહ્યુ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઇ ગયુ છે : રાજ્યમાં આવનારે 14 દિવસ માટે હોમ કોરેન્ટાઇન રહેવું પડશે.

પણજી : દેશભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાને લઇને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતએ કહ્યુ કે, રાજ્યમાં હવે કોરોનાનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઇ ગયું છે. કોરોના વાઇરસના નવા કેસ રાજ્યના વિવિધ ભાગોમાંથી ઝડપથી સામે આવી રહ્યા છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, અમે સ્વીકાર કરીએ છીએ કે રાજ્યમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઇ ગયુ છે પરંતુ સંક્રમણની જાણકારી કેટલાક સામાન્ય લક્ષણોથી મળી જાય છે. રાજ્ય સરકારમાં છેલ્લા કેટલાક દિવસથી કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઇ ગયું છે. જેના કારણે રાજ્યમા પ્રવેશ કરનાર લોકોએ પોતાનો કોરોના ટેસ્ટ કરવવાનો રહેશે તેમજ 14 દિવસ માટે હોમ કોરેન્ટાઇન રહેવું પડશે.

(2:14 pm IST)