Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

કોરોના વાયરસના બીજા રાઉન્ડમાં લાખો લોકોના મોત થઇ શકે: WHO ની ચેતવણી

સ્પેનિશ ફ્લુની બીજી લહેરમાં કરોડો લોકોનાં મોત થયાં હતાં: રનીરી ગુએરા

નવી દિલ્હીઃ દેશમાં હવે કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા 5 લાખને પાર પહોંચી છે દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 5024 નવા કોરોના કેસ થયા છે દેશની રાજધાની દિલ્હીમાં 3460 નવા દર્દીઓ સામે આવ્યાં છે. આ સિવાય તમિલનાડુમાં 3645 નવા કોરોનાનાં દર્દીઓ સામે આવ્યાં છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને શુક્રવારનાં રોજ જણાવ્યું કે,જો કોરોના વાયરસની બીજી લહેર આવશે તો લાખો લોકોનાં મોત થઇ શકે છે. WHO નાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ રનીરી ગુએરાએ સ્પેનિશ ફ્લુની રજૂઆત કરતા જણાવ્યું કે, “ત્યારે મહામારી સપ્ટેમ્બર-ઓક્ટોમ્બરનાં ઠંડા વાતાવરણમાં વધી ગઇ હતી.”

ઇટલીનાં એક ટીવી ચેનલ સાથે વાત કરતા રનીરી ગુએરાએ કહ્યું કે, “અંદાજે 100 વર્ષ પહેલાં આવેલા સ્પેનિશ ફ્લુની બીજી લહેરમાં કરોડો લોકોનાં મોત થયાં હતાં. તેઓએ જણાવ્યું કે, “સ્પેનિશ ફ્લુ પણ કોવિડની જેમ જ વર્તાવ કરી રહ્યું હતું. ત્યારે પણ ગરમીમાં કેસ ઘટી ગયા હતાં. પરંતુ બાદમાં વધી ગયાં.” આ પહેલાં યૂરોપિયન સેન્ટ્રલ બેંકનાં પ્રમુખ ક્રિસ્ટીન લગાર્ડેએ શુક્રવારનાં રોજ કહ્યું હતું કે, “જો અમે 1918-19 નાં સ્પેનિશ ફ્લુ સાથે કંઇ પણ શીખ્યું છે તો તે નિશ્ચિત છે કે કોરોનાની બીજી લહેર આવી શકે છે

(1:52 pm IST)