Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

વર્ચ્યુઅલ પર સંમતિ નહી, છ દિવસના જ મોન્સુન સત્રની સંભાવના

સંસદ સત્રના પ્રતિદિન કામના કલાકો પણ ઘટાડાશે

નવી દિલ્હી તા. ૨૭ : ઓગષ્ટ - સપ્ટેમ્બર સુધી કોરોનાના વધતા કેસમાંથી રાહતની કોઇ આશા નથી તે જોઇને સરકાર હવે ઓગષ્ટ મહિના વચ્ચે સંસદ સત્ર બોલાવી શકે છે. શકય છે કે છ દિવસના મર્યાદિત કલાકોની કાર્યવાહી માટે મોન્સુન સત્ર બોલાવામાં આવે સંમતિ બની શકે છે.

વરિષ્ઠ સૂત્રોના જણાવ્યા મુજબ મોન્સુન સત્ર ખૂબ જ નાનુ રખાશે. સંપૂર્ણ કાર્યયાદી બન્યા બાદ જ અંતિમ નિર્ણય કરવામાં આવશે. બીજી બાજુ લોકસભા સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ વર્ચ્યુઅલ બેઠકમાં અનેક એવી સમસ્યાઓ છે, જેને દુર કરવું મુશ્કેલ બની શકે છે.

કેન્દ્ર સરકારે કોરોનાને જોઇને ૨૨ એપ્રિલે દેશભરમાં મહામારી કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. સ્વાસ્થ્ય રાજ્યનો વિષય હોય છે પરંતુ તેના માધ્યમથી તેને કેન્દ્રએ તેમના હાથમાં લીધો છે.

કોરોનાના લીધે સરકારે અધ્યાદેશ દ્વારા સાંસદો અને મંત્રીઓના વેતનમાં ૩૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ૭ અને ૯ એપ્રિલના આ અધ્યાદેશોને પણ પસાર કરવાના છે. ખેડૂતોને રાહત આપવા માટે બટેટા, ડુંગળી વગેરે ભંડારણ સીમા બદલાવ માટે ૫ જૂને આવશ્યક વસ્તુ સંશોધન અધ્યાદેશ લાવવામાં આવ્યો હતો.

(1:04 pm IST)