Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

લોકડાઉન પછી હવે અર્થવ્યવસ્થાએ પકડી ગતિ

સારા ચોમાસાએ વધારી ગ્રોથની આશાઃ મહત્વના સેકટરોમાં દેખાઇ રહ્યો છે સુધારો

નવી દિલ્હી તા. ર૭: દેશવ્યાપી લોકડાઉન કારણે મચેલી ઉથલપાથલ પછી હવે અર્થવ્યવસ્થા સુધારાના માર્ગે છે. નાણા મંત્રાલયના બયાન પછી હવે આંકડાઓમાં પણ સુધારો દેખાવા લાગ્યો છે. પણ એવું માનવામાં આવે છે કે સંપૂર્ણ સુધારામાં ઘણો લાંબો સમય લાગશે. તો સારા ચોમાસાએ આગામી સમયમાં ગ્રોથની આશાઓ વધારી દીધી છે. માનવામાં આવે છે કે થોડા સમયમાં જ બાકીના સેકટર્સમાં પણ ગ્રોથ જોવા મળશે. સારા ચોમાસાના લીધે ઓટો સેકટરમાં સુધારો જોવા મળી રહ્યો છે. જેમાં ટ્રેકટર ઉદ્યોગમાં ધંધો ઘણો મજબૂત બન્યો છે અને દ્વિચક્રી વાહનોની માંગમાં પણ તેજી દેખાઇ રહી છે.

મહત્વપુર્ણ સેકટરોમાં દેખાતો સુધારો

 રેલ્વે માલ પરિવહનમાં મે માં ર૬ ટકાનો ગ્રોથ.

 મે માં રીટેલ લેવડ દેવડ પહોંચી ૯.૭ લાખ કરોડે.

 પેટ્રોલિયમ ઉત્પાદનોની ખપતમાં ૪૭ કટાનો વધારો

 ઇ-વે બિલની કિંમતમાં ૧૩૦ ટકાનો વધારો.

 ગ્રામ્ય અર્થવ્યવસ્થામાં સુધારો.

(1:04 pm IST)