Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

અમેરીકા માટે ચીન સર્વોચ્ચ ખતરોઃ એફ.બી.આઇ

તેનાથી ખતરનાક બીજું કશુ નથીઃ ચીન સાથે સંકળાયેલ ૨૦૦૦ કેસોની જોરદાર તપાસઃ બૌધ્ધીક સંપદા ચોરી રહયું છેઃ અમેરીકામાં ચીનાઓએ ગુપ્તરીતે વૈજ્ઞાનિકોની ભરતી કરી

વોશિંગ્ટનઃ અમેરિકાની એજન્સી એફબીઆઇ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ન્યૂયોર્ક સિટીમાં સ્થિત ચીની ડિપ્લોમેટ્સ દ્વારા અતી ગુપ્ત રીતે અમેરિકામાં વૈજ્ઞાનિકોની ભરતી કરવામાં આવી હતી. ગત વર્ષે અમેરિકાની ફેડરલ કોર્ટમાં દાખલ સોગંદનામા અને અન્ય તપાસના આધારે આ દાવા કરવામાં આવી રહ્યા છે.

એક એફબીઆઇ એજન્ટે સોગંદનામામાં લખ્યું હતું કે એફબીઆઇ એક વૈજ્ઞાનિકની તપાસ કરી રહી છે.  હાલ એફબીઆઇ ચીન સાથે સંકળાયેલા ૨૦૦૦થી વધુ સક્રિય કેસોની પણ તપાસ કરી રહી છે.

આ મોટા ભાગના કેસો ચીનની સત્ત્।ાધારી પાર્ટી સાથે જોડાયેલા છે. એફબીઆઇના ડાયરેકટર ક્રિસ્ટોફર રેએ ચીનને દેશની અર્થવ્યવસ્થા તેમજ લોકશાહીના મૂલ્યો માટે એક મોટો ખતરો ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ચીનથી વધુ ખતરનાક કોઇ જ નથી. ચીન હાલ િઆર્થક અને અન્ય ક્ષેત્રોમાં પણ જાસુસી કરી રહ્યું હોવાનો દાવો પણ કર્યો હતો. જેને પગલે હવે અમેરિકામાં ચીન સાથે સંકળાયેલી દરેક બાબતોની સુરક્ષા  વધારી દેવામાં આવી છે અને ચીન પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે   સરકારી િઅધકારીઓ, કારોબારીઓ, વૈજ્ઞાાનિકો અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાંતોના માધ્યમથી ચીન હવે અમેરિકાની બૌદ્ઘીક સંપત્ત્િ।ને પણ ચોરી રહ્યું છે અને અતી ગુપ્ત માહિતી ચીન મેળવી રહ્યું છે. 

(1:03 pm IST)