Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

નેપાળમાં હિન્દી ભાષા પર પ્રતિબંધની હિલચાલઃ ઓલી સામે આક્રોશ

ઓલી સરકાર ચીનની કઠપૂતળી બની ગઇઃ વિપક્ષે રાજીનામુ માંગ્યું : ઓલી સામે પોતાના જ પક્ષમાં વિરોધઃ પ્રચંડે રાજીનામું માંગ્યું સત્તાધારી પક્ષના ફાડીયા થશે : સત્તાધીશ નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીના ભારત વિરોધી વલણ સામે વિપક્ષ અને લોકો ખફાઃ લોકોનું ધ્યાન ભટકાવવા ઓલી સરકાર ઉગ્ર રાષ્ટ્રવાદના માર્ગેઃ નેપાળમાં મોટી નવા-જુની થશે

કાઠમંડુઃ નેપાળના કોમ્યુનિસ્ટ વડાપ્રધાન કે.પી. ઓલી ચીનના ઈશારે ભારત સાથે કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા વિસ્તારોને પોતાના ગણાવી સરહદ વિવાદ ઊભો કરી રહ્યાં હોવાના દાવાઓ થઈ રહ્યા છે તેવા સમયે કે.પી શર્મા ઓલીએ હવે સંસદમાં હિન્દી ભાષા પર પ્રતિબંધ મૂકવા તૈયારી શરૂ કરી છે.

શાસક નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીમાં આંતરિક વિખવાદ ચરમસીમા પર છે અને દેશમાં સરકાર વિરોધી ગુસ્સા તરફથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે વડાપ્રધાન ઓલી હવે ઉગ્ર રાષ્ટ્રવાદનો પ્રયોગ કરી રહ્યા છે. પીએમ ઓલીએ સરહદની સાથે નાગરિકતા વિવાદ પણ ઊભો કર્યો છે.

જોકે, જનતા સમાજવાદી પક્ષના સાંસદ  સરિતા ગિરીએ નેપાળ સરકારના આ નિર્ણય અંગે ગૃહની અંદર જોરદાર વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે આવું કરીને સરકાર તરાઈ અને મધેશી ક્ષેત્રોમાં ઉગ્ર વિરોધને આમંત્રણ આપી રહી છે. તેમણે ઓલી સરકારને એમ પણ પૂછ્યું કે શું આ નિર્દેશ ચીન તરફથી અપાયા છે? નેપાળ સરકાર માટે હિન્દી ભાષા પર પ્રતિબંધ મૂકવો સરળ નહીં હોય.

આ હિમાલયન દેશમાં નેપાળી પછી સૌથી વધુ મિૈથલી, ભોજપુરી અને હિન્દી ભાષા બોલાય છે. નેપાળના તરાઈ ક્ષેત્રના મોટાભાગના નિવાસીઓ ભારતીય ભાષાનો જ ઉપયોગ કરે છે. વડાપ્રધાન ઓલીએ સરહદ વિવાદ ઊભો કર્યા પછી હવે નેપાળમાં લગ્ન કરનારી ભારતીય મહિલાઓને નાગરિકતા નહીં આપવાનો વિવાદ પણ ઊભો કર્યો છે.

વડાપ્રધાન કે. પી. શર્મા ઓલીનો પક્ષ હવે તૂટવાની સિૃથતિમાં પહોંચી ગયો છે. નેપાળના શાસક કમ્યુનિસ્ટ પક્ષના કાર્યકારી ચેરમેન પુષ્પકમલ દહલ 'પ્રચંડ' વડાપ્રધાન ઓલીની આકરી ટીકા કરતાં તેમના રાજીનામાની માગણી કરી છે.

તેમણે પરોક્ષ રીતે ઈમરાન ખાનને ટાંકતા જણાવ્યું હતું કે તેઓ નેપાળને બીજું પાકિસ્તાન નહીં બનવા દે. પાકિસ્તાનમાં જેમ ઈમરાન ખાન સૈન્યની મદદથી વડાપ્રધાન બન્યા અને પોતાની સત્ત્।ા ટકાવી રાખી છે તે રીતે ઓલી સૈન્યનો સાથ લઈને સત્ત્।ા ટકાવી શકશે નહીં.

સૂત્રોના જણાવ્યા મુજબ પક્ષમાં પ્રચંડને જોરદાર સમર્થન મળી રહ્યું છે. પક્ષના બે ભૂતપૂર્વ વડાપ્રધાન અને અનેક સાંસદોએ ઓલી વિરૂદ્ઘ મોરચો ખોલ્યો છે. નેપાળની જનતામાં પણ કોરોના વાઈરસની મહામારી મુદ્દે ઓલી સરકાર વિરૂદ્ઘ જબરજસ્ત ગુસ્સો જોવા મળે છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે નેપાળમાં હિન્દી પર પ્રતિબંધ લગાવવો આસાન નથી. આ દેશ માં સૌથી વધારે મૈેથીલી, ભોજપુરી અને હિન્દી ભાષા બોલવામાં આવે છે. બીજી બાજુ સત્તાધારી પાર્ટીમાં જ ઓલી સામે આક્રોશ ભભૂકયો છે. પાર્ટીના કાર્યકારી ચેરમેન પ્રચંડે જોરદાર વિરોધ કર્યો છે. ઓલીનું રાજીનામું માંગ્યુ છે અને ન આપે તો પક્ષના ફાડીયા કરવાની ધમકી આપી છે. જો કે ઓલીએ રાજીનામાની માંગ ફગાવી દીધી છે.

(3:31 pm IST)