Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

રાજદ્વોહ કેસમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય - સીપીએસ નીરજ ભારતીની ધરપકડ કરાઈ : કોર્ટમાં રજૂ કરાયા

ભારત-ચીન તણાવ મામલે સોશિયલ મીડિયા પર અપશબ્દો લખ્યા હતા અને સરકારની નિંદા કરી હતી.

શિમલા: કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને  સી.પી.એસ. નીરજ ભારતી હંમેશાં તેમના નિવેદનો અંગે ચર્ચાઓ અને વિવાદોમાં રહે છે. હાલમાં સીઆઈડી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં ભારતી સામે દેશદ્રોહનો કેસ દાખલ થયો હતો. શિમલાના એડવોકેટ નરેન્દ્ર ગુલેરિયાની ફરિયાદ પર સીઆઈડીએ ભારતી વિરુદ્ધ રાજદ્રોહની કલમો હેઠળ એફઆઈઆર નોંધી હતી.

શિમલા નિવાસી એડવોકેટ નરેન્દ્ર ગુલેરિયાની ફરિયાદના આધારે સીઆઈડીએ ભારતી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ભારતીને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.  ભારત અને ચીન વચ્ચેના તણાવ પર ભારતીએ સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેણે સોશિયલ મીડિયા પર અપશબ્દો લખ્યા હતા અને સરકારની નિંદા કરી હતી.

એડવોકેટ ગુલેરિયાએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે ભારતીએ સોશિયલ મીડિયા પર જે સંદેશા મૂક્યા છે તેના દ્વારા તેમણે સરકાર સામે નફરત, તિરસ્કાર અને અવમાનનાનો પ્રચાર કરીને દેશના નાગરિકોમાં રાજદ્રોહ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે લશ્કરી જવાનો વિશે પણ વાંધાજનક ટિપ્પણીઓનો પ્રચાર કરીને તેઓએ સામાન્ય લોકો અને સૈનિકોને સરકાર વિરુદ્ધ ભડકાવવા અને ફરજ ન બજાવવા ઉશ્કેર્યા હતા.

(1:00 pm IST)