Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

કર્ણાટકમાં કરોડોનો ચીની ઇલેકટ્રોનીક સામાન જપ્તઃ ષડયંત્રનો પર્દાફાશ

વુહાનથી ભારતમાં ગેરકાયદે ગોડાઉન ચલાવાતુ

બેંગ્લુુરૃઃ ઇલેકટ્રોનીક સામાનની લેણ-દેણમાં ચાલી રહેલ એક મોટા ષડયંત્રો પર્દાફાશ કરતા વેટ અધિકારીઓએ ચીનના વુહાન શહેરથી સંચાલીત થતા ગેરકાયદે ગોડાઉનનો ભાંડાફોડ કરેલ અને ૪ કરોડથી વધુની કિંમતના ચીની ઇલેકટ્રોનીક ઉપકરણો જપ્ત કરેલ.

જપ્ત કરાયેલ સામાનમાં મોબાઇલ ફોન, ચાર્જર, મોબાઇલ એસેસરીઝ, રમકડા અને બુટ પણ છે. આ વસ્તુઓ લગભગ એક વર્ર્ષથી મુખ્ય ઇ-કોમર્સ પ્લેટફોર્મ ઉપર વેચવામાં આવી રહયા છે. ઓલ્ડ એરપોર્ટ રોડ સ્થિત આ ગોડાઉનમાં ૨૫૪૪૬ ચીનમાં નિર્મિત ઇલેકટ્રોનીક અને અન્ય વસ્તુઓ હતા. આ મામલે ૨૪ જુનથી તપાસ અભિયાન  ચાલુ હતુ. ચીની નાગરીકે ભાડા ઉપર આ પરીસર લીધેલ અને જીએસટી અધિનિયમ હેઠળ ૬૦થી વધુ વસ્તુનું રજીસ્ટ્રેશન કરાવેલ. આ રજીસ્ટ્રેશન ચીની વસ્તુઓના ઓનલાઇન વેપાર માટે ઘણી વ્યકિતઓના નામે કરાવાયેલ. ઉપરાંત કેન્દ્ર અને રાજય સરકારોના ક્ષેત્રાધિકારમાં પણ રજીર્ર્સ્ટડ કરાવેલ. પણ જે સરનામાનો તેમાં ઉલ્લેખ કરાયેલ તે ખાલી હતુ.

(12:59 pm IST)