Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

વિષ્ણુપુરાણના પુનઃ પ્રસારણ પર સ્ટેની અરજી રદ કરતી અલ્હાબાદ હાઇકોર્ટ

જો અરજદાર માત્ર દર્શક હોય તો તેની પાસે શો ન જોવાનો વિકલ્પ છે જ

નવી દિલ્હી તા. ર૭: અરજદારની અતિ-સંવેદનશીલતાનો હવાલો આપતા, અલ્હાબાદ હાઇકોર્ટે દુરદર્શન પર હિંદુ-મહાકાવ્ય સીરીઝ વિષ્ણુપુરાણના એપિસોડ ૪૭ થી ૬ર ના પુનઃ પ્રસારણ પર સ્ટેની માંગણી કરતી જાહેર હિતની અરજીને રદ કરી હતી. ન્યાયમૂ(ર્તિ સુનિતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિ સૌમિત્ર દયાલસિંહની વેકેશન બેંચે કહ્યું કે અમે અરજદારની અતિ સંવેદનશીલતાના આધારે કામ કરવાનું યોગ્ય નથી ગણતા જે એક અલગ વિચારધારામાં વિશ્વાસ રાખે છે અને પોતાને આવા કોઇ અન્ય દ્રશ્ય અથવા વિચારનો વિરોધી માને છે જેનું પ્રસ્તુતીકરણ ટીવી ધારાવાહિકમાં કરાઇ રહ્યું છે જેમાં તે ન તો નિર્માતા છે અને ન તેમાં જોડાયેલ છે. તે માત્ર એક દર્શક છે, જેની પાસે આ પ્રકારના શો જોવા અથવા ન જોવાનો વિકલ્પ છે.

(12:59 pm IST)