Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

અમેરીકાએ ચીનને ઝાટકો આપ્યો

ચીની સામ્યવાદી પક્ષના હોદેદારોના વીઝા ઉપર બાન

વોશિંગ્ટનઃ અમેરિકાએ શુક્રવારે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)ના પદાધિકારીઓ પર વીઝા પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે. અમેરિકાએ આ અધિકારીઓ પર હોંગકોંગની સ્વાયતત્ત્।ા, માનવાધિકારો અને મૌલિક સ્વતંત્રતાનું હનન કરવાનો આરોપ લગાવ્યો છે. વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ આ નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું કે, તે રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પના આદેશને લાગુ કરી રહ્યા છે.

 ૧૯૮૪ ચીન-બ્રિટેન સંયુકત દ્યોષણા પત્રમાં ગેરેંટી આપવામાં આવેલ તે હોંગકોંગની ઉચ્ચસ્તરની સ્વાયતત્ત્।ાને દબાવેલ છે અને માનવધિકારો અને મૌલિક અધિકારોનું હનન કર્યું છે અને આ કરવા પાછળ ચીનાઓ સંડોવાયેલા છે.   

પોમ્પિઓએ કહ્યું કે, 'અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોંગકોંગની સ્વતંત્રતાને દબાવનાર ચીનના અધિકારીઓને સજા આપવાનું વચન આપ્યું હતું. આજે અમે તેના પર કાર્રવાઈ કરી રહ્યા છે.

(12:58 pm IST)