Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

રામ જન્મભૂમિથી રપ કિ.મી. દુર સુન્ની વકફ બોર્ડને મસ્જીદ માટે અપાઇ પ એકર જમીન

અયોધ્યા તા. ર૭ : સુપ્રીમ કોર્ટે અયોધ્યા મુદ્દે આપેલ ચુકાદામાં મુસ્લિમ પણને પ એકર જમીન આપવાનું કહ્યું હતું રાજય સરકારે આમા માટે કેટલીક જગ્યાઓ પસંદ કરી હતી હવે સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડને અયોધ્યામાં મસ્જીદ નિર્માણ કરવા માટે સોહાવલ તાલુકાના રૌનારી વિસ્તારના ધન્નીપુરમાં ઓફીશ્યલ રીતે જમીન એલોટ કરાઇ છે માહિતી અનુસાર, આ જમીન રામજન્મ ભૂમિથી લગભગ રપ કિલોમીટર દૂર છે.

સરકારના પ્રસ્તાવને સુન્ની વકફ બોર્ડે સ્વીકારી લીધો છે. જીલ્લા કલેકટર અનુજ ઝાએ જણાવ્યું કે વકફ બોર્ડ તરફથી સ્વીકાર પત્ર પણ મળી ચુકયો છે અને કાયદેસર રીતે પ એકર જમીન હવે વકફ બોર્ડને સોંપી દેવાઇ છે હવે તે જમીન પર વકફ બોર્ડ મસ્જીદ નિર્માણ અને અન્ય કામો શરૂ કરી શકશે. પ્રશાસન દ્વારા જે જમીન પસંદ કરવામાં આવી છે તે મુસ્લિમ બહુમતિ વાળો વિસ્તાર છે આ સરકારી જમીન કૃષિ વિભાગની છે. આ જમીનની નજીક જ શાહ ગદાબાબાની જુની મઝાર પણ છે. જયાં આ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં દર વર્ષે ઉર્ષ વખતે જતા હોય છે.

(11:35 am IST)