Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

એક ડોગીએ ભાઇનું ખાવાનું ચોરીને ખાધું, પછી અનોખી રીતે માફી પણ માગી લીધી

નવી દિલ્હી,તા.૨૭ : સોશ્યલ મીડિયા પર બે ડોગીનો વિડિયો વાઇરલ થયો છે, જેમાં વોટ્સન અને કોકો નામના બે શ્વાનભાઈઓનો વિડિયો છે. વોટ્સન એના શ્વાનભાઈ કોકોનું ખાવાનું ચોરીને ખાઈ લે છે.  સ્વાભાવિક છે કે ભાઈ નારાજ થઈ જાય છે. જોકે એ પછી વોટ્સન અનોખી રીતે એની માફી માગે છે એ જોઈને કોઈના પણ ચહેરા પર સ્મિત રેલાઈ જાય. વિડિયોમાં ડોગીની માલિક વોટ્સન તે ઠપકો આપીને કહે છે કે મેં તમને બન્નેને એક-એક સ્ટિક આપી હતી, પણ તેં કોકોની સ્ટિક પણ ખાઈ લીધી, તારે એને સોરી કહેવું પડશે. આટલું સાંભળતાં જ  વોટ્સન કોકોને ગળે વળગાડે છે. જે રીતે વોટ્સન કોકોને ગળે વળગાડે છે એ જોઈને ભલભલાના ચહેરા પર સ્મિત આવી જાય.

(11:03 am IST)