Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

લગ્નના ૯ વર્ષ બાદ ૩૦ વર્ષીય પરિણિત મહિલાને ઇલાજ વખતે ખબર પડી કે તે 'પુરૂષ' છે !

પશ્વિમ બંગાળની ઘટનાઃ બહારથી સંપૂણે સ્ત્રી દેખાય, પણ અંદરથી પુરૂષ

કોલકતા,તા.૨૭: પશ્ચિમ બંગાળના વીરભૂમિ જિલ્લામાં એક વિચિત્ર કહી શકાય તેવી ઘટનામાં વયસ્ક મહિલા હવે આટલા વર્ષે અકસ્માતે 'પુરૂષ' નીકળી છે. ૩૦ વર્ષીફ વિવાહિત મહિલાના પેટના નીચલા ભાગમાં દુઃખાવો ઉપડ્યો હતો. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તપાસ કરતાં સૌ કોઇ હેરાન થઇ ગયા હતા. ડોકટરોએ તપાસ બાદ કહ્યું કે આ મહિલા વાસ્તવમાં 'પુરૂષ' છે. અને તેના શુક્રપિંડમાં કેન્સર છે.

મહિલા છેલ્લા ૯ વર્ષથી વિવાહિત છે. અને કેટલાક મહિલા પહેલા પેટમાં દુખાવાની ફરિયાદને લઇને શહેરની નેતાજી  સુભાષચંદ્ર બોઝ હોસ્પિટલમાં ગઇ હતી. અહીં ડો.અનુપદ દત્તા અને ડો. સૌમન દાસે મહિલાની તપાસ કરી હતી. જેમાં એ હકીકત જાણવા મળી કે આ મહિલા હકીકતમાં 'પુરૂષ' છે. હોસ્પિટલના ડો.અનુપમ દત્તાએ કહ્યું કે, દેખાવમાં એ મહિલા છે. અવાજ, સ્તન, સામાન્ય જનનાંગ વગેરે બધુ જ મહિલાનું છે. જોકે, તેના શરીરમાં જન્મથી જ ગર્ભાશય અને અંડાશય નથી. એ કયારેય માસિક ધર્મમાં આવી નથી. ડો.અનુપમ દત્તાઅ કહ્યું કે લગભગ ૨૨,૦૦૦ લોકો પૈકી એક વ્યકિતમાં આવી બીમારી જોવા મળે છે. આશ્ચર્યજનક રીતે એ સમયે મહિલાની ૨૮ વર્ષીય  બહેનની તપાસમાં પણ આ જ હકીકત બહાર આવી છે. જેમાં વ્યકિત જીનેટિકલી પુરૂષ હોય છે. પંરતુ તેના શરીરના તમામ બાહ્ય અંગે મહિલાના હોય છે. ડોકટરે કહ્યુ કે દર્દીના અન્ય બે સંબંધીઓને પણ ભૂતકાળમાં આ સમસ્યા રહી છે. આ દરમિયાન ડોકટરોએ જણાવ્યું કે , હાલ મહિલાની કિમોથેરાપી ચાલી રહી છે. અને તેની હાલત સ્થિર છે. ડોકટરોએ કહ્યું કે એ મહિલાની જેમ મોટી જઇ છે. અને એક પુરૂષની સાથે લગભગ એક દાયકો વિતાવી ચૂકી છે. આ સમયે અમે દર્દી અને તેના પતિનું કાઉન્સિલીંગ કરવામાં આવી રહ્યું છે. અને સમજાવવાની કોશિશ કરી રહ્યા છીએ કે આગળ પણ એ જ પ્રકારે જીવન પસાર કરે. જે રીતે હાલ સુધી જીવ્યા છો.

(11:01 am IST)