Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

હવે પ્લેનમાં વચ્ચેની સીટ ખાલી રાખવી જરૂરી નથીઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી તા. ર૭ : એરલાઇન્સ કંપનીઓ માટે સુપ્રીમ કોર્ટે એક મોટો નિર્ણય સંભળાવ્યો છે. આ નિર્ણય અંતર્ગત હવે એરલાઇન્સ કંપનીઓને વચ્ચેની સીટ ખાલી રાખવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઇ કોર્ટના આ આદેશને યોગ્ય રાખ્યો છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે મહામારીના કારણે યાત્રીઓની સુરક્ષા અને સવાસ્થ્ય માટે પર્યાપ્ત ઉપાય કરવા જોઇએ. જસ્ટિસ સંજય કિશન કાલ અનુ ભૂષણ ગવઇએ સુપ્રીમ કોર્ટની બેંચને એરઇન્ડિયા અને અન્ય તમામ ઘરેલુ એરલાઇન્સની મધ્ય સીટ ખાલી રાખવાનો બોમ્બે હાઇકોર્ટનો આદેશ બરતરફ કર્યો છે.

પાઇલટે ૩૧ મે ઘોષિત વિમાન નિયમનકારના નિર્ણયના વિરૂદ્ધ વિશેષ અવકાશ અરજી દાખલ કરેલ હતી. જેમાં એરલાઇન્સને મધ્યની સીટો વેચવાની અનુમતિ આપવામાં આવી છે.

(11:00 am IST)