Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

અમિષ દેવગન વિરૂધ્ધની તપાસ પર ૮ જુલાઇ સુધી સ્ટે

મુંબઇ તા. ર૭ :.. જસ્ટિસ એ. એમ. ખાનવિલકર અને જસ્ટિસ દિનેશ મહેશ્વરીની બનેલી સુપ્રિમ કોર્ટની બેંચે શુક્રવારે મુકેશ અંબાણીની માલિકીની ન્યુઝ ૧૮ ના એન્કર અમિષ દેવગન વિરૂધ્ધ ચાલી રહેલી તપાસ પર સ્ટે મુકયો હતો. સુપ્રિમ કોર્ટે કહયું હતું કે, ૧૮ ના એન્કર અમિષ દેવગન વિરૂધ્ધ ચાલી રહેલી તપાસ પર સ્ટે મુકયો હતો. સુપ્રિમ કોર્ટે કહયું કે ૮ જુલાઇના રોજ થનારી આગામી સુનાવણી પહેલાં અમિષ દેવગન વિરૂધ્ધ કોઇ સખ્ત કાર્યવાહી ન કરવામાં આવે. નોંધનીય છે કે, એક ટીવી શો દરમિયાન સૂફી સંત ખ્વાજા મોઇનુદીન ચિશ્તી (રહે.) અંગે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ દેવગન વિરૂધ્ધ સંખ્યાબંધ એફ. આઇ. આર. દાખલ થઇ હતી. દેવગન વતી હાજર રહેલા વકીલ સિધ્ધાર્થ લુથરાએ કહયું હતું કે, તેમના અસીલે 'જીપ લપસી જવા' બદલ માફી માંગી છે. એક ન્યુઝ વેબસાઇટ મુજબ લથુરાએ સુપ્રિમ કોર્ટને જણાવ્યું હતું કે, લોકોથી ભૂલ થાય છે. તેમણે આ ભૂલ બદલ માફી માંગી છે. ફરીયાદી પક્ષ તરફથી હાજર રહેલા એડવોકેટ રિઝવાન મર્ચન્ટે કહયું હતું કે, દેવગને એકવાર નહીં પરંતુ ત્રણવાર અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમીષ દેવગનના આ ટીવી શોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ બનતા પ્રચંડ જનાક્રોશ ફાટી નીકળ્યો હતો. લોકોએ તેની ધરપકડની માગણી કરતાં ટ્વીટર પર  #Arrest Amish Devgan ટ્રેન્ડ થયું હતું.

(10:59 am IST)