Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

પાકિસ્તાનમાં પેટ્રોલ - ડિઝલનો ભાવ રૂ. ૧૦૦ ઉપર

સરકારે પેટ્રોલમાં એક જ ઝાટકે રૂ. ૨૬નો વધારો જાહેર કર્યો : ડીઝલ પણ ૧૦૦ રૂ. ઉપર

ઇસ્લામાબાદ તા. ૨૭ : પાકિસ્તાનમાં બેકાબુ મોંઘવારીએ આમ આદમીનું જીવવું મુશ્કેલ કરી દીધું છે. પેટ્રોલના ભાવ વધવાથી ખાવા-પીવાની ચીજોના ભાવ આસમાને પહોંચી ગયા છે.

પાકિસ્તાનની ઇમરાન સરકારે ગઇકાલે પેટ્રોલના ભાવમાં રૂ. ૨૬નો એકઝાટકે વધારો કરી દેતા ભાવ રૂ. ૧૦૦ની ઉપર ચાલ્યો ગયો છે. અગાઉ ભાવ રૂ. ૭૪.૫૨ હતો.

આ ઉપરાંત હાઇસ્પીડ ડીઝલના ભાવમાં રૂ. ૨૧.૩૧નો વધારો કરતા તેનો ભાવ રૂ. ૧૦૧.૪૬ પ્રતિ લિટર થઇ ગયો છે.

પાકિસ્તાનમાં એક ઝાટકે ભાવવધારો જાહેર થતાં લોકોમાં ભારે દેકારો મચી ગયો છે.

પાકિસ્તાનમાં ચાલુ વર્ષે રૂપિયામાં ધોવાણ સૌથી વધારે જોવા મળ્યું છે. પાકિસ્તાની સ્ટેટ બેંકે કહ્યું છે કે, અમે નાણાકીય વર્ષ ૨૦૨૦માં સૌથી વધુ મોંઘવારી જોઇ છે જેનાથી અમને વ્યાજદર વધારવા મજબૂર થવું પડયું છે.

પાકિસ્તાનમાં કેરોસીનના ભાવમાં પણ ૨૩.૫૦ પ્રતિ લિટરનો ભાવવધારો જાહેર કરાયો છે અને હવે નવો ભાવ રૂ. ૫૯.૦૬ થયો છે. અગાઉ રૂ. ૩૬.૫૬નો ભાવ હતો.

(10:27 am IST)