Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

૨૪ કલાકમાં ૧૮૫૫૨ નવા કેસઃ ૩૮૪ના મોતઃ દેશમાં કુલ મૃત્યુઆંક ૧૫૬૮૫: કુલ કેસ થયા ૫૦૮૯૫૩

દેશભરમાં કોરોના વાયરસ તાંડવ મચાવી રહ્યો છે

નવી દિલ્હી, તા. ૨૭ :. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૮૫૫૨ નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન ૩૮૪ લોકોના મોત થયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશભરમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા હવે વધીને ૫૦૮૯૫૩ની થઈ છે. જેમાં ૧૯૭૩૮૭ સક્રિય છે અને ૨૯૫૮૮૧ લોકો સાજા થયા છે કે તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાએ ૧૫૬૮૫ લોકોનો ભોગ લીધો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ કેસ બહાર આવ્યા છે અને અત્યાર સુધીનો રેકોર્ડ પણ તૂટયો છે. આ સાથે ભારતમાં કુલ કેસની સંખ્યા ૫ લાખ ઉપર પહોંચી ગઈ છે.

મહારાષ્ટ્ર અને દિલ્હી પછી હવે તામિલનાડુએ પણ કોરોનાની રફતાર પકડી છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં ૫૦૦૦થી વધુ નવા કેસની પુષ્ઠી થઈ છે. તામીલનાડુમાં સંક્રમણના ૩૬૪૫ અને દિલ્હીમાં ૩૪૬૦ નવા કેસ સામે આવ્યા છે.

કોરોના વાયરસ ટેસ્ટીંગની વિગત પણ સામે આવી છે. દેશમાં ૨૬ જૂનના રોજ ૨૨૦૪૭૯ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ગઈકાલ સુધીમાં કુલ ૭૯૯૬૭૦૭ સેમ્પલનું ટેસ્ટીંગ કરવામાં આવ્યુ છે.

(10:25 am IST)