Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

૨૫ વર્ષની યુવતી સાથે લગ્ન કરીને પણ ના ધરાયો ૬૫ વર્ષનો વૃદ્ઘઃ ઘરમાં ત્રણ દિકરીઓ કુંવારી છે ત્યાં હજુ તો ચોથા માટેની તૈયારીમાં

મોટી દીકરી પોલીસ પાસે ગઇને કહ્યું હવે બાપુજીને રોકો

બરેલી, તા.૨૭: ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. બારાદર થાના ક્ષેત્ર નિવાસી ૬૫ વર્ષના વ્યકિતએ બે પત્નીઓના નિધન બાદ ૨૫ વર્ષની યુવતી સાથે ત્રીજા લગ્ન કર્યા. હવે તે ચોથા લગ્ન કરવાની ફિરાકમાં છે, જયારે ઘરમાં ત્રણ જવાન દિકરીઓ છે.

ગુરુવારે મોટી દિકરીએ એસએસપી ઓફિસ પહોંચીને ફરિયાદ કરી. તેમણે કહ્યું કે પોલીસ તેના પિતાની હરકતો પર લગામ કસે. એસએસપી ઓફિસમાં ફરિયાદ કરવા પર પહોંચી ચુકેલી મહમૂદની યુવતીએ જણાવ્યું કે, તેની માનું નિધન થઇ ચુકયું છે.

તે ત્રણ બહેનો અને બે જુવાન ભાઇ છે. તેની મા પહેલા તેની સાવકી માનું પણ મોત થઇ ચુકયુ છે. પિતાની ઉંમર ૬૫ વર્ષ છે, હવે તેમણે બિહારની ૨૫ વર્ષની મહિલા સાથે લગ્ન કર્યા છે. પિતા હવે ચોથા લગ્ન કરવાની ફિરાકમાં છે.

આરોપ લગાવવામાં આવ્યો છે કે પિતા તેની અને બાકીના ભાઇ-બહેનોના લગ્ન નથી કરાવી રહ્યાં. સંપત્ત્િ।માં પણ ભાગ નથી આપી રહ્યા. ફરિયાદ સાંભળી રહેલા સીઓ ટુ સીમા યાદવે બારાદરી ઇન્સપેકટરને તપાસ કરી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

બરેલી જિલ્લાના ભૂતામાં ગુરુવારે બપોરે સાઇકલથી ખેતરમાં માને ભોજન આપવા જઇ રહેલી કિશોરી સાથે એક યુવકે દુષ્કર્મ આચર્યુ. કિશોરીએ આરોપી અજાણ્યા યુવક ઉપરાંત બે વૃદ્ઘોને આરોપી સાથે મિલીભગતની શંકામાં નામાંકિત કરાવી દીધાં.

વૃદ્ઘ ઘટનાસ્થળથી થોડે દૂર વૃક્ષોનો સોદો કરી રહ્યાં હતાં. એસઓએ બંને વૃદ્ઘોને પોલીસસ્ટેશન લાવીને મારપીટ શરૂ કરી દીધી. મામલો એસપી દેહાતની જાણમાં આવતા તેમણે એસઓને ફટકાર લગાવી અને બંનેને છોડાવ્યાં.

દુષ્કર્મના અઠવાડિયામાં આ બીજી ઘટના છે. તાજેતરમાં અલીગંજ ક્ષેત્રમાં પણ દુષકર્મ આચરાયુ હતુ. આ ઉપરાંત આશરે ૧૫ દિવસ પહેલા ભમોરામાં એક બાળક સાથે કુકર્મ બાદ તેની હત્યા કરી નાંખવામાં આવી હતી.

(9:59 am IST)