Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

સતત ૨૧માં દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં લાગી આગ

આજે ડીઝલ ૨૧ પૈસા તો પેટ્રોલ ૨૫ પૈસા મોંઘુ થયું છે

નવી દિલ્હી, તા.૨૭: ખેડૂતોથી લઈને ટ્રક ચલાવનારના વિરોધ છતાં દેશમાં ડીઝલ-પેટ્રોલની કિંમતોમાં વધારો યથાવત છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં નરમી વચ્ચે આજે ૨૧માં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે ડીઝલ ૨૧ પૈસા તો પેટ્રોલ ૨૫ પૈસા મોંઘુ થયું છે. છેલ્લા ૨૧ દિવસમાં ડીઝલ ૧૧ રૂપિયા તો પેટ્રોલ ૯.૧૨ રૂપિયા મોંઘુ થઈ ચુકયુ છે.

સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવથી સામાન્ય લોકો પરેશાન છે. આજે ગુજરાતમાં પણ બધા જિલ્લાઓમાં આ ભાવ વધારો જોવા મળ્યો છે. વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર સહિત રાજયના બધા જિલ્લામાં ભાવમાં વધારો થયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં આમ તો ૨૧ દિવસમાં મોટાભાગે ક્રૂડ આયાતની કિંમતો સામાન્ય રહી, પરંતુ ઘરેલૂ બજારમાં ભાવ સતત વધી રહ્યાં છે. હાલ ઈન્ડિયન બાસ્કેટ કાચા તેલની કિંમત ૪૨ ડોલર પ્રતિ બેરલ ચાલી રહી છે. પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવમાં તે પ્રમાણે ઘટાડો થયો નથી. તેની અસર છે કે છેલ્લા ૨૧ દિવસમાં ડીઝલની કિંમતોમાં ૧૧ રૂપિયા પ્રતિ લીટર તો પેટ્રોલમાં ૯.૧૨ રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.

જાણો ગુજરાતમાં શું છે પેટ્રોલ- ડીઝલનો ભાવ

શહેર

પેટ્રોલ

ડીઝલ

અમદાવાદ

૭૭.૭૦

૭૭.૫૬

અમરેલી

૭૮.૪૫

૭૮.૩૩

આનંદ

૭૭.૬૨

૭૭.૪૮

અરવલ્લી

૭૮.૬૩

૭૮.૪૮

બનાસ કંથા

૭૭.૮૭

૭૭.૭૫

ભરૂચ

૭૮.૦૬

૭૭.૯૫

ભાવનગર

૭૮.૯૩

૭૮.૮૧

બોટાદ

૭૮.૫૮

૭૮.૪૬

છોટાઉદેપુર

૭૭.૮૯

૭૭.૭૮

દાહોદ

૭૮.૩૦

૭૮.૧૯

દેવભૂમિ દ્વારકા

૭૭.૩૬

૭૭.૨૬

ગાંધીનગર

૭૮.૧૩

૭૭.૯૯

ગીર સોમનાથ

૭૮.૬૯

૭૮.૬

જામનગર

૭૭.૫૮

૭૭.૪૮

જુનાગઢ

૭૮.૦૮

૭૭.૯૯

ખેડા

૭૭.૫૬

૭૭.૪૫

કચ્છ

૭૭.૪૭

૭૭.૩૬

મહીસાગર

૭૭.૭૨

૭૭.૬૧

મહેસાણા

૭૭.૭૭

૭૭.૬૯

મોરબી

૭૮.૩૧

૭૮.૨૨

નર્મદા

૭૭.૮૬

૭૭.૭૫

નવસારી

૭૭.૭૧

૭૭.૬૨

પંચમહાલ

૭૭.૪૦

૭૭.૩

પાટણ

૭૭.૭૭

૭૭.૬૯

પોરબંદર

૭૭.૯૮

૭૭.૮૭

રાજકોટ

૭૭.૪૨

૭૭.૩૩

સાબરકાંઠા

૭૭.૯૪

૭૭.૮૪

સુરત

૭૭.૫૨

૭૭.૪૪

સુરેન્દ્રનગર

૭૭.૭૨

૭૭.૬૪

તાપી

૭૮.૦૦

૭૭.૯૧

ડાંગ

૭૮.૨૫

૭૮.૧૫

વડોદરા

૭૭.૨૭

૭૭.૧૭

વલસાડ

૭૮.૦૫

૭૭.૯૬

(10:01 am IST)