Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

કોરોના સંકટમાં સિંગલ સીટર સ્કૂટર લોન્ચ: નહિ લેવી પડે RTO ની મંજૂરી, ન લાયસન્સ કે ન પેટ્રોલની જરૂર

ચાર્જ કર્યા બાદ 75 કિમી સુધી દોડી શકશે: વધારેમાં વધારે સ્પીડ 25 કિમી પ્રતિ કલાકની છે.

નવી દિલ્હી : કોરોનાની મહામારીથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ સૌથી બેસ્ટ હથિયાર છે. ત્યારે તેને ધ્યાનમાં રાખતા જેમોપાઇ ઇલેક્ટ્રિકે બજારમાં પોતાનું મિની ઇ-સ્કૂટર મિસો રજૂ કર્યું છે. આ સ્કૂટરની કિંમત 45 હજાર રૂપિયાથી ઓછી છે તો સાથે સિંગલ સીટર પણ છે. અર્થાત માત્ર ચાલક જ સ્કૂટરની સવારી કરી શકશે. આ સાથે જ આ સ્કૂટરને ચલાવવા માટે લાયસન્સનું પણ ટેન્શન નથી.

જેમોપાઇ ઇલેક્ટ્રિકે નિવેદનમાં જણાવ્યું કે, તેઓએ મિની સ્કૂટરની બુકિંગ શરૂ કરી દીધી છે. તેની ડિલિવરી આગામી મહીનેથી કરવામાં આવશે. આ સ્કૂટરમાં માત્ર ચાલક માટે એક સીટ છે. એક વાર જો પૂરી રીતે ચાર્જિંગ કરવામાં આવે તો બાદમાં આ સ્કૂટર 75 કિમી સુધી દોડી શકે છે. કંપનીનો એવો દાવો છે કે સ્કૂટરને બે કલાક સુધીમાં 90 ટકા સુધી ચાર્જ કરી શકાશે.

જેમોપાઇ ઇલેક્ટ્રિકનાં કો-ફાઉન્ડર અમિત રાજ સિંહે જણાવ્યું કે, “આવા સમયમાં જ્યારે આપણે સંકટનો સામનો કરી રહ્યાં છીએ, ત્યારે આપણી સમક્ષ સુરક્ષિત રહેતા વેપારની નિરંતરતા એક પડકાર છે. ત્યારે એવામાં આ એક સ્કૂટર અવરજવર માટે સૌથી સુરક્ષિત વિકલ્પ છે.”

અમિત રાજ સિંહે જણાવ્યું કે, “કોરોના વાયરસનાં સંકટમાં એક સીટવાળું સ્કૂટર સુરક્ષિત યાત્રા વિકલ્પ રજૂ કરે છે. આ સ્કૂટરને ચલાવવા માટે લાયસન્સ અથવા તો RTO ની પરવાનગીની જરૂરિયાત નથી. કેમ કે આ સ્કૂટરની સૌથી વધારેમાં વધારે સ્પીડ માત્ર 25 કિમી પ્રતિ કલાકની છે.

(12:00 am IST)