Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

15 જુલાઈ સુધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ બંધ રહેશે : ઉડ્ડયન મંત્રાલયની મહત્વની જાહેરાત

માર્ચના અંતિમ સપ્તાહથી જ બધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ કેન્સલ છે.

નવી દિલ્હી :દેશમાં કોરોના વાયરસના વધી રહેલા કેસ વચ્ચે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સનું સંચાલન 15 જુલાઈ સુધી સસ્પેન્ડ કરવામાં આવી રહ્યું છે. માર્ચના અંતિમ સપ્તાહથી જ બધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ કેન્સલ છે. જોકે ઘરેલું ઉડાનનું પરિચાલન 25 મે થી કેટલીક શરતો સાથે શરૂ કરવામાં આવ્યું છે.

 

ગત સપ્તાહે સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએકહ્યું હતું કે ભારત જુલાઈ મહિનામાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરુ કરવા કોઈ નિર્ણય કરશે, તે સમયે પરિસ્થિતિઓને જોતા તેના પર નિર્ણય કરવામાં આવશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસનાં પ્રસારને રોકવા માટે 25 માર્ચનાં રોજ રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. આ દરમ્યાન રેલ અને વિમાન સહિત તમામ પ્રકારનાં પરિવહન પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. જો કે, 31 મે બાદ સરકારે લોકડાઉનમાં ચરણબદ્ધ રીતે ઢીલ આપવાની શરૂ કરી, જે અંતર્ગત ઘરેલુ ઉડાનોને અનુમતિ આપી દેવામાં આવી છે.

(11:59 pm IST)