Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

લદાખમાં ભૂકંપનો આંચકો : રિક્ટર સ્કેલમાં ૪.૫ની તીવ્રતા મપાઈ : મેઘાલય અને હરિયાણા પણ ધ્રુજયા

ભુકંપના આંચકા જમીનના 25 કિમીની ઊંડાઇથી અનુભવાયા: મેઘાલયના તુરાથી 79 કિમી પશ્ચિમ તરફ ભુકંપ

નવી દિલ્હી : શુક્રવારે બપોરે હરિયાણાના રોહતક અને આજુબાજુના વિસ્તારમાં ભુકંપના આંચકા અનુભવાયા. જે બાદ સાંજે લદ્દાખમાં પણ 4.5ની તિવ્રતાના ભુકંપના આંચકા અનુભવાયા.

લદ્દાખમાં શુક્રવારે રાત્રે 8.15 કલાકે ભુકંપના આંચકા અનુભવાયા. ભુકંપનું કેન્દ્ર લદ્દાખ રહ્યું. ભુકંપના આંચકા જમીનના 25 કિમીની ઊંડાઇથી અનુભવાયા, લદ્દાખમાં આવેલા ભુકંપની તિવ્રતા 4.5 રહી.છે 

આ પહેલા શુક્રવારે મોડી રાત્રે મેઘાલયના તુરાથી 79 કિમી પશ્ચિમ તરફ ભુકંપ આવ્યો. રિક્ટર સ્કેલ પર આ ભુકંપની તિવ્રતા 3.3 રહી. આ પહેલા શુક્રવારે હરિયાણાના રોહતર અને આજુ-બાજુના વિસ્તારમાં બપોરે 3.32 મિનિટે ભુકંપનો આંચકો અનુભવાયો. આ ભુકંપની તિવ્રતા 2.8 રહી. ભુકંપનું કેન્દ્ર રોહતરમાં જમીનથી 9 કિમી અંદર રહ્યું. તિવ્રતા ઓછી હોવાના કારણે લોકોએ તેને અનુભવ્યો નહી.

(11:46 pm IST)