Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

બર્ફાની બાબાના ભક્તો માટે સારા સમાચાર : 20મી જુલાઈ બાદ અમરનાથ યાત્રા શરૂ થવાના સંકેત

બે-ત્રણ દિવસથી અમરનાથ યાત્રાની તૈયારીઓ માટે ઉચ્ચસ્તરીય બેઠકો યોજાઈ : શિબિરને સ્વચ્છ બનાવવાના સૂચનો

નવી દિલ્હી : કોરોના વાયરસના સંકટમાં બાબા બર્ફાનીના ભક્તો માટે સારા સમાચાર આવ્યા છે. આ વર્ષે પણ વાર્ષિક અમરનાથ યાત્રા શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. જે 20 જૂલાઈ બાદ શરૂ થઈ શકે છે, તેવી સંભાવના જો કે, આ વખતે અમરનાથ યાત્રા ખૂબ ટૂંકા સમય માટે જ ચાલશે. અગાઉ કોરોના વાયરસને કારણે અમરનાથ યાત્રા ચાલતી હોવાની અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે સરકારે સંકેત આપ્યો છે કે અમરનાથ યાત્રા આ વર્ષે પણ શરૂ કરવામાં આવશે.

છેલ્લાં બે-ત્રણ દિવસથી અમરનાથ યાત્રાની તૈયારીઓ માટે ઉચ્ચસ્તરીય બેઠકો યોજાઈ રહી છે.

 જમ્મુના વિભાગીય કમિશ્નર સંજીવ વર્માના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી અને અમરનાથ યાત્રાની તૈયારીઓ ઝડપી બનાવવા વિવિધ વિભાગોને સૂચના આપવામાં આવી હતી. ટૂરિઝમ વિભાગ, આરોગ્ય વિભાગ અને જમ્મુ મ્યુનિસિપલ કોર્પોરેશનને વહેલી તકે અમરનાથ યાત્રાની તૈયારીઓ કરવા જણાવ્યું છે.

કોરોના વાયરસ રોગચાળાને કારણે, જમ્મુમાં અમરનાથ યાત્રાના પાયાના શિબિર, યાત્રી નિવાસ ભવનને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ફેરવવામાં આવ્યા છે, જે હવે યાત્રાળુઓ માટે તૈયાર કરવામાં આવશે. વહીવટીતંત્રે યાત્રી નિવાસ ભવનને સંપૂર્ણ રીતે સ્વચ્છ કરવા અને યાત્રાળુને રહેવાની સૂચના આપી છે.

જમ્મુ સિટીના ડેપ્યુટી મેયર પૂર્ણિયા શર્માએ જણાવ્યું હતું કે, જમ્મુ મ્યુનિસિપલ કોર્પોરેશન (જેએમસી) ને યાત્રી નિવાસ ભવનની સ્વચ્છતા અને સફાઇ કરવાનું કહેવામાં આવ્યું છે. અમરનાથ યાત્રાના અંત સુધી અમારા કર્મચારીઓ 24 કલાક ફરજ પર રહેશે.

(12:00 am IST)