Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

યુરોપની તુલનાએ યુપીમાં ખુબ જ ઓછા મોત : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

યુરોપના દેશો સાથે તુલના કરી યુપીની પ્રશંસા કરી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફેંસિંગના માધ્યમથી આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન લોન્ચ કર્યું

નવી દિલ્હી, તા. ૨૬વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ-૧૯ સંકટને લઈને યુરોપના મોટા દેશો અને ઉત્તરપ્રદેશની વચ્ચે તુલના કરી છે. વડાપ્રધાન મોદીએ ૨૬ જૂને કહ્યું કે યુરોપના મોટા દેશ ઈગ્લેન્ડ, ફ્રાન્સ, ઇટાલી અને સ્પેન ૨૦૦-૨૫૦ વર્ષ સુધી દુનિયામાં સુપર પાવર રહ્યા છે. આજે પણ દેશોનો દબદબો છે. ચાર દેશોની વસ્તી લગભગ ૨૪ કરોડ છે. યુપીની વસ્તી પણ આટલી છે. પરંતુ કોરોનામાં ચાર દેશોમાં મળીને . લાખ લોકોના મોત થયા છે. જ્યારે એટલી વસ્તી ધરાવતા ઉત્તરપ્રદેશમાં ૬૦૦ લોકોનાં મોત થયાં છે. વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે, આજે દુનિયામાં કોરોના સંકટ એટલું મોટું છે, ત્યારે યુપીએ જે સાહસ દેખાડ્યું છે, જે સૂઝબૂઝ દેખાડી છે, જે સફળતા દેખાડી છે, જે રીતે કોરોના સામે મોરચો ખોલ્યો છે,

            જે રીતે પરિસ્થિતિ સંભાળી છે, અભૂતપૂર્વ છે. પ્રશંસનીય છે. માટે યૂપીના ૨૪ કરોડ નાગરિકોની પ્રસંશા કરું છું. વંદન કરું છું. તમે જે કર્યું આખી દુનિયા માટે એક મિશાલ છે. સિવાય વડાપ્રધાન મોદીએ કહ્યું કે પછી યુપીના ડોક્ટરો હોય, પેરામેડિકલ સ્ટાફ હોય, સફાઈ કર્મચાહરીઓ હોય, પોલીસ કર્મીઓ, આશા વર્કર્સ, આંગનવાડી કાર્યકરો, બેંક અને પોસ્ટ ઓફિસના સાથી હોય, પરિવહન વિભાગના સાથી હોય, શ્રમિક સાથીઓ હોય, સૌ કોઈએ પૂર્ણ નિષ્ઠા સાથે પોતાનું યોગદાન આપ્યું છે. અત્રે ઉલ્લેકનીય છે કે વડાપ્રધાન મોદીએ ૨૬મી જૂને વીડિયો કોન્ફેંસિંગના માધ્યમથી આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન લોન્ચ કર્યું. દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યા હતા.

(12:00 am IST)